Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોનાને લઇને સનસનીખેજ દાવો

કોવિડ-૧૯ સીઝનલ વાયરસ બની શકે છે

નવી દિલ્હી તા. ૧૬ : કોવિડ વાયરસની સમાન કોવિડ-૧૯ની મહામારી અંગે વિજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું હતું કે કોરોનાવાઇરસ હવે પછીના સમયમાં મોસમ આધારિત તાવનું રૂપ લેશે. તાવના રૂપમાં રહેનારા વાયરસ સામે ઝઝુમવા માટે પ્રબળ રોગ પ્રતિકારક શકિતની જરૂર પડશે. એક સમય આવસે કે કોવિડ-૧૯ ઋતુ આધારે આવતું જતું રહેશે. વિજ્ઞાનીકોનું આ તારણ જાહેર સ્વાસ્થયના માપદંડો અને ભવિષ્ય માટે ખુબજ મહત્વનુ બની રહેશે.

કોરોનાનો રોગચાળો અહિ જ રહેશે અને તે સતત વર્ષ દરમિયાન પુનરાવર્તિત થતું રહેશે. તેના માટે પ્રબળ રોગ પ્રતિકારક શકિત આવશ્યક બનશે. કોરોનાની ભૂતાવળ અહિજ રહેવાની છે. ત્યારે લોકોએ તેની સાથે જીવતા શીખી જવું પડશે અને સતત પણે તેને કાબુમાં રાખવાના ઉતમ રસ્તા અને માપદંડો અને નિયમો પાળવા તૈયારી દાખવવી પડશે. લોકેએ પોતાના જીવનમાં માસ્ક પહેરવું, વ્યકિતગત અંતર જાળવવું, તેમજ બીજા ઘણા નિયમનું પાલન કરવા પડશે. અમેરિકાન યુનિવર્સિટીના પ્રોફેશરોના જણાવ્યા અનુશાર દરેક વ્યકિતએ આ પરિસ્થિતીમાં પોતાની રોગપ્રતિકારક શકિત હોવી ખૂબ આવશ્યક બની રહેશે.

ઘણા શ્વસનતંત્રના વાયરસ ઋતુ આધારિત પદ્ઘતિમાં ખાસ કરીને ગરમ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણી વખત શરદી ઉધરસનું પ્રમાણ એકા એક શિયાળામાં વધી જાય છે. ત્યારે શિયાળામાં અને ગરમ પ્રદેશ કે જયાં હવાનું પરિભ્રમણ થાય તેવી પરિસ્થિતીમાં કોરોના વાયરસ વધુ ફેલાવાનો ભય રહે છે. નિષ્ણાતોના માનવા પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ હવામાં મોટા પ્રમાણમા ફેલાઇ રહ્યું છે. ત્યારે લોકોએ પોતાની મૂળભૂત લાક્ષણિકતાઓને બદલવી પડશે. જેમકે બારણાં બંધ કરીને ટોળે વાળીને બેશવાની આદત પાડવી પડશે. બદલાતી ઋતુમાં વાતાવરણમાં આવતા ફેરફારો અને વાતાવરણમાં આવતા બદલાવમાં તાપમાન અને રોગપ્રતિકારક શકિત બંને નું માપ નીકળી જાય છે.

ખાસ કરીને ગરમ વિસ્તારોમાં કોરોના વાઇરસ ફેલાવાનું પ્રમાણ વધારે રહે છે. તંત્રેએ પરિસ્થિતીનું માપદંડ કાઢવા સમિતિની રચના કરી છે. તેમજ નિષ્ણાતોનું માનવું છેકે, આ વાયરસ હવામાં અને ઉપર સપાટી પર રહે છે. અને લોકોને સંક્રમિત કરે છે. મોસમના બદલાવ વચ્ચે આ સંક્રમણ વરસમાં વિવિધ સમયે આવી શકે છે. કોરોના વાયરસ શ્વાસનતંત્ર સાથે સંકળાયેલ રોગ તરીકે મૂલવી શકાય. શરીરમાં કોરોના વાયરસની ઝડપથી વૃધ્ધિ થઈ રહીઓ છે. ત્યારે કોરોનાનો અસરકારક ઈલાજ દૂર છે. પરંતુ હવે આ વાયરસ ઋતુ આધારિત બની જશે.

અત્યારે વિશ્વવ્યાપી ધોરણે કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે. સૌથી વધુ અખાતના દેશોમાં કે જયાં ઉનાળાની ગરમી ચાલી રહી છે. તેમ છતાં ત્યાં પરસ્પરના સંપર્કના કારણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ડોકટર યાસીનના મત મુજબ કોરોના વાયરસની લાક્ષણિકતાની સમાજની સાથે સાથે તેને આગળ વધતું અટકાવતાં પણ આપણેજ શીખી જવું પડશે.

(3:08 pm IST)
  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST