Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા માટે ટાટાએ લગાવી બોલી

એર ઇન્ડિયા પર કુલ 43 હજાર કરોડ રૂપિયાનું દેવું ,તેમાંથી 22 હજાર કરોડ રૂપિયા એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડને ટ્રાન્સફર કરશે

નવી દિલ્હી :  ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયાને વેચવાની પ્રક્રિયા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ટાટાએ એર ઇન્ડિયા માટે બોલી લગાવી છે

 અત્રે  ઉલ્લેખનીય છે કે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી હતી કે 15 સપ્ટેમ્બરની છેલ્લી તારીખ બદલવામાં આવશે નહીં. સરકાર અગાઉ 2018માં એર ઇન્ડિયામાં 76 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તે સમયે તેના માટે કોઈ ખરીદદાર મળ્યો નહતો અને પછી તેને સંપૂર્ણપણે વેચવાની કવાયત શરૂ કરવામાં આવી. એર ઇન્ડિયા પર કુલ 43 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. તેમાંથી 22 હજાર કરોડ રૂપિયા એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવશે.

એર ઇન્ડિયા પર કુલ 43 હજાર કરોડ રૂપિયાનું દેવું છે અને આ સમગ્ર લોન સરકારી ગેરંટી પર છે. જો ટાટા બોલી જીતે છે, તો તેને એર ઇન્ડિયામાં માલિકીનો હક મળશે. એરલાઈન્સની માલિકી નવી કંપનીને આપતા પહેલા સરકાર આ દેવું સહન કરશે.

 

કેન્દ્ર સરકાર એર ઇન્ડિયા અને તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો વેચવાની યોજના પર કામ કરી રહી છે. સાથે જ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા સૈટ્સ એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં પણ 50 ટકા વિનિવેશની યોજના છે. મુંબઈમાં એર ઈન્ડિયા બિલ્ડિંગ અને દિલ્હીમાં એરલાઈન્સ હાઉસ વેચવાની પણ યોજના છે.

સરકારે સંસદમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જો એર ઇન્ડિયાનું ખાનગીકરણ નહીં થાય તો તેને બંધ કરવી પડશે. તેનું સંચાલન માટે ફંડ ક્યાંથી આવશે? અત્યારે એર ઇન્ડિયા ફર્સ્ટ ક્લાસ એસેટ છે. આવી સ્થિતિમાં તેને ખરીદદારો સરળતાથી મળી જશે. બીજી તરફ એર ઇન્ડિયાના કર્મચારી યુનિયન કંપનીના વિનિવેશના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર છે.

એર ઇન્ડિયા સરકારના હાથમાં ગયા પછી પણ જેઆરડી ટાટાએ લાંબા સમય સુધી આ એરલાઇનનું સંચાલન જોવાનું ચાલુ રાખ્યું હતું. શશાંક શાહના પુસ્તક મુજબ, ઘણી વખત જેઆરડી ટાટા તેમની ફ્લાઇટમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. તે પોતે આ ફ્લાઇટ્સ પર નોંધો લખતો હતો અને નક્કી કરતા હતા કે મુસાફરોને કયા પ્રકારનું વાઇન આપવામાં આવી રહ્યું છે. એર હોસ્ટેસનું વર્તન કેવું છે, તેણે કઈ સાડી પહેરી છે, તેની હેર સ્ટાઈલ પણ શું છે

(11:42 pm IST)