Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

યૂપી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની તૈયારી શરૂ : 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

યુપીમાં ઉમેદવારોની યાદી જાહેર કરનાર પ્રથમ રાજકીય પાર્ટી: કેટલાક ઉમેદવારોને બદલવામાં આવી શકે: સંજયસિંહે આપ્યો સંકેત

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ થઈ રહી છે. તેવામાં ટિકિટ ફાળવણીને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ બાજી મારી લીધી છે. એક તરફ અન્ય પાર્ટીઓ ટિકિટ ફાળવણીને લઈને મંથન કરી રહી છે તો આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. 

આમ આદમી પાર્ટી  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરનાર પ્રથમ રાજકીય પાર્ટી બની ગઈ છે. પરંતુ આ આપના ઉમેદવાર ફાઇનલ નથી. આપ સાંસદ સંજય સિંહે કહ્યુ કે, કેટલાક ઉમેદવારોને બદલવામાં આવી શકે છે, જો તે પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમો અનુરૂપ નથી

આપે લખનઉ, સીતાપુર, સુલતાનપુર, પ્રતાપગઢ , રામપુર, કાનપુર, પ્રયાગરાજ, હરદોઈ, ગાઝિયાબાદ, આગરા, અલીગઢ, અમેઠી, બહરાઈચ, બારા બાંકી, બલિયા સહિત અન્ય સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. રસપ્રદ વાત છે કે એકમાત્ર લખનઉમાં આપના બે ઉમેદવાર રાજીવ બખ્શી અને નદીમ અશરફ જાયસી પૂર્વ કોંગ્રેસી નેતા છે, જેણે પાછલા વર્ષે પાર્ટી છોડી હતી.

(12:12 am IST)