Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતે પાક. અને ઈસ્લામિક સંગઠનને આપ્યો જડબાતોડ જવાબ

ભારતે પાકિસ્તાનને કહ્યું કેઃ તમારી પાસેથી શિખામણ લેવાની જરૂર નથીઃ જે દુનિયામાં આતંકવાદનું કેન્દ્ર છે

નવી દિલ્હી, તા.૧૬: પાકિસ્તાન દ્વારા અવારનવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં આવતો હોય છે. અને આ માટે પાકિસ્તાન અનેકવાર ઈસ્લાલિક સંગઠનનો પણ ઉપયોગ કરતો હોય છે. પણ સંયુકત રાષ્ટ્રના માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાન અને ઈસ્લામિક સંગઠન (OIC)દ્વારા જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતાં ભારતે બંનેને જડબાતોડ જવાબ આપીને બોલતી બંધ કરી દીધી હતી. ભારતે પાકિસ્તાનને કહ્યું કે, પાકિસ્તાનને વિશ્વ સ્તર પર એવા દેશ તરીકે માન્યતા મળી છે કે જે સંયુકત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓનું સરેઆમ સમર્થન કરે છે. આ ઉપરાંત ઈસ્લામિક સંગઠનને ફટકાર લગાવતાં ભારતે કહ્યું કે, OICના ભારતનાં આંતરિક મામલાઓમાં ટિપ્પણીઓ કરવાનો કોઈ અધિકાર નથી.

સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૮ સત્રમાં ભારત તરફથી પવન બાધેએ પાકિસ્તાન અને ઈસ્લામિક સંગઠનને કાશ્મીર મુદ્દે જવાબ આપ્યો હતો. પાકિસ્તાનને જવાબ આપતાં બાધેએ કહ્યું તે, તેઓને પાકિસ્તાન જેવાં અસફળ દેશો પાસેથી શીખામણ લેવાની જરૂર નથી, જે આતંકવાદનું કેન્દ્ર છે અને માનવાધિકારોનું સૌથી ખરાબ દુરુપયોગ કરે છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, ભારતની સામે પોતાના જૂઠા અને દુર્ભાવનાપુર્ણ પ્રચાર કરવા માટે આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો એ પાકિસ્તાન માટે આદત બની ગયું છે. પાકિસ્તાન અલ્પસંખ્યકો જેવાં કે હિન્દુ, શીખ, ઈસાઈ વગેરેની રક્ષા કરવામાં અસફળ રહ્યું છે.

આ ઉપરાંત ભારત તરફથી પાકિસ્તાનને ફટકાર લગાવતાં બાધેએ કહ્યું કે, પાકિસ્તાન આતંકીઓને સરેઆમ સમર્થન, પૈસા અને ટ્રેનિંગ આપે છે, દુનિયા આ અંગે જાણે છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને ભારતને પાકિસ્તાન જેવાં અસફળ દેશો પાસેથી કોઈપણ પ્રકારની શિખામણની જરૂર નથી કે જે દુનિયામાં આતંકવાદનું કેન્દ્ર છે.

તો ઈસ્લામિક સહયોગ સંગઠનના નિવેદનને ફગાવતાં બાધેએ કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ઈસ્લામિક સહયોગ સંગઠન એટલું અસહાય થઈ ગયું છે કે તે પાકિસ્તાનનું બંધક બનવા માટે તૈયાર છે. OICના ભારતના આંતરિક મામલાઓમાં ટિપ્પણી કરવાનો અધિકાર નથી. પાકિસ્તાન પોતાના એજન્ડા માટે બ્ત્ઘ્નો ઉપયોગ કરી રહ્યું છે.

(10:25 am IST)