Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૩ર

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પગ
‘‘વધારે અને વધારે તમારા પગથી અનુભવો''
કોઇવાર કઇપણ પહેર્યા વગર જમીન ઉપર ઉભા રહો અને તેની ઠંડક, કોમળતા અને ઉષ્‍ણતાને અનુભવો. તે ક્ષણે પૃથ્‍વી જે કઇપણ તમને આપવા માગતી હોય તે અનુભવો તેને અનુભવો અને તેને તમારી અંદર વહેવા દો...અને તમારી ઉર્જાને જમીનમાં વહેવા દો જમીન સાથે જોડાઇ જાવ.
વધારેમાં વધારે લોકો નાભી સુધી શ્વાસને લઇ જાય છે. પરંતુ તેની આગળ નહીં તેથી અડધુ શરીર લગભગ અપંગ થઇ જાય છે. પરંતુ તેની આગળ નહી તેથી અડધુ શરીર લગભગ અપંગ થઇ જાય છે. અને તેના લીધે અડધુ જીવન પણ અપંગ થઇ જાય છે. તેથી ઘણીબધી વસ્‍તુઓ અશકય બની જાય છે. કારણ કે-શરીરનો નીચેનો ભાગ મૂળની જેમ કામ કરે છે પગ તમારા મૂળ છે અનેતેઓ તમને જમીનની સાથેજોડે છે લોકો ભૂતની જેમ બટકેલા છે, પૃથ્‍વીથી અલગ,
લાઓત્‍સુ તેના શીષ્‍યોને હંમેશા કહેતો, ‘‘જયા સુધી તમે તમારી પગના તળીયાથી શ્વાસ લેવાનું શરૂ નહી કરો, તમે મારા શીષ્‍યો નથી'' તમારા પગના તળીયાથી શ્વાસ લો તમે જેટલા ઉંડા જશો તેટલો તમારો શ્વાસ ઉંડો જશે. એ સાચુ છે કે તમારી  અસ્‍તીત્‍વની સરહદ, એ જ તમારા શ્વાસની સરહદ છે જયારે તમારી સરહદ વધે છે અને પગને સ્‍પર્શે છે. તમારો- શ્વાસ પણ લગભગ પગ સુધી પહોંચી જાય છે. શારીરીક રીતે નહીં પરંતુ માનસીક રીતે પહેલીવાર તમેસંપૂર્ણ છો.

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:25 am IST)