Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જીએસટી.. પોર્ટલ પર વેપારીની ચકાસણી એક માત્ર ઉપાય

મહિનાના અંતે રિફંડ લેવાની પણ સમસ્યામાંથી છુટકારો થવાની શકયતા જીએસટી પોર્ટલ પર વેપારીનો જીએસટી નંબર નાંખતા તમામ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી

મુંબઇ,તા.૧૬ : જીએસટી લાગુ થયા બાદ વેપારીઓને સરળતા રહેવાના બદલે હવે સામેવાળા વેપારી સાથે વેપાર કરતા પહેલા જીએસટીને લગતી તમામ બાબતો ચકાસવી પડશે. કારણ કે જીએસટી વિભાગ હવે પાડના વાંકે પખાલીને ડામ જેવી ઉકિત યથાર્થ કરતી કાર્યવાહી કરી રહી છે. તેના લીધે વેપારીઓએ ભારે પરેશાની વેઠવાનો વારો આવવાનો છે.

જીએસટી વિભાગે પોર્ટલ પર જ સામેવાળા વેપારીને લગતી તમામ બાબતો વેપારી જાતે જ ચકાસણી કરી શકે તેવી સુવિધા તો શરૂ કરી દીધી છે. પરંતુ વેપારી વેપાર કરે તે પહેલા સામેવાળા વેપારી નિયમિત જીએસટી રિટર્ન ફાઇલ કરે છે કે નહીં, જીએસટી નંબર ચાલુ છે કે નહીં તેવી તમામ બાબતોની ચકાસણી કરે. જો વેપારી એવું કરવા પણ જાય તો સામેવાળો વેપારી ઓર્ડર જ રદ કરીને બીજા વેપારી પાસે જતો રહેતો હોય છે. જ્યારે જીએસટી વિભાગે હાલમા઼ વેપારીઓને આવી બાબતોનું પુરતુ ધ્યાન રાખવામાં આવે તે માટેની સમજ આપવાની કાર્યવાહી કરી હતી છે. જો કે આ માટે ટેકસટાઇલ માર્કેટના વેપારીઓ પણ વિરોધ કરવાના બદલે જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા અભિયાનને આડકતરૃં સમર્થન આપી રહ્યા છે. કારણે કે વેપારી સાથે વેપાર કરવાના બદલે કર્યો વેપારી પહેલા માલ ખરીદવા આવનાર પાસે જીએસટી નંબર માંગતા હોય છે. જ્યારે ખરીદી કર્યા બાદ બિલ બનાવવાની વાત આવે ત્યારે જ જીએસટી નંબરની માંગણી થતી હોય છે તેમ છતાં વેપારીએ વેપાર કરતા પહેલા જીએસટીને લગતી બાબતો ચકાસવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જીએસટી પોર્ટલ પર આ બાબત ચકાસવી જરૂરી

માલિકનું નામ, જીએસટી નંબર કયારે લીધો, જીએસટી નંબર રદ તો કરી દેવામાં આવ્યો નથી ને જીએસટી રિટર્ન નિયમિત ભરવામાં આવે છે કે નહીં વેપારીનું ટર્નઓવર પાંચ કરોડથી ઓછુ હોય તો ચાર આંકડાનો એચએસએન કોડ બિલ બનાવતી લખવો પડશે જ્યારે પાંચ કરોડથી વધુ ટર્નઓવર હોય તો છ આંકડાનો એસએસએન કોડ લખવાનો રહેશે. વેપારી નિયમિત રિટર્ન ભરે છે કે નહીં તે માટેની વિગતો ફાઇલિંગ ટેબલમાં આપવામાં આવે છે.

નોટિસથી બચવા પુરતી તકેદારી રાખવી જરૂરી

વેપારીએ વેપાર કરતા પહેલા સામેવાળાની જીએસટીની વિગતોની પુરતી ચકાસણી કરવામાં આવે તો રિફંડ મળવામાં સમસ્યા સર્જાશે નહીં જ્યારે કોઇ પણ કારણોસર વેપારીને જીએસટી વિભાગની નોટિસથી પણ બચી શકાય તેમ છે. જેથી પુરતી ચકાસણી કર્યા બાદ જ વેપાર કરવો હાલ તો હિતાવહ છે.

-આકાશ અગ્રવાલ, સીએ

(10:27 am IST)