Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજસ્થાન અને UP અપરાધમાં સૌથી આગળ

૨૦૨૦માં દેશમાં દરરોજ ૮૦ હત્યા અને ૭૭ બળાત્કારના કેસ નોંધાયા

નવી દિલ્હી,તા.૧૬: નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) ના ગઇ કાલે જારી આંકડા અનુસાર, ભારતમાં ૨૦૨૦માં દરરોજ ૮૦ હત્યાઓ થઈ અને કુલ ૨૯૧૯૩ લોકોના કત્લ થયા છે. આ મામલામાં રાજયોની યાદીમાં ઉત્ત્।ર પ્રદેશ અવ્વલ સ્થાન પર છે. આંકડા અનુસાર ૨૦૧૯ના તુલનામાં હત્યાના મામલામાં એક ટકાનો વધારો થયો છે. ૨૦૧૯માં દરરોજ ૭૯ હત્યાઓ થઈ અને  ૨૮,૯૧૫ કત્લ થયા હતા.

તો અપહરણના મામલામાં ૨૦૧૯ના તુલનામાં ૨૦૨૦માં ૧૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રી ગૃહ મંત્રાલય હેઠળ આવનાર એનસીઆરબીના આંકડા જણાવે છે કે ૨૦૨૦માં અપહરણના ૮૪૮૦૫ કેસ નોંધાયા, જયારે ૨૦૧૯માં ૧,૦૫,૦૩૬ કેસ નોંધાયા હતા. આંકડા અનુસાર ૨૦૨૦માં ઉત્ત્।ર પ્રદેશમાં હત્યાના ૩૭૭૯ કેસ નોંધાયા હતા. ત્યારબાદ બિહારમાં હત્યાના ૩૧૫૦, મહારાષ્ચ્રમાં ૨૧૬૩, મધ્ય પ્રદેશમાં ૨૧૦૧ અને પશ્યિમ બંગાળમાં ૧૯૪૮ કેસ નોંધાયા હતા.

દિલ્હીમાં ૨૦૨૦માં હત્યાના ૪૭૨ કેસ નોંધાયા હતા. પાછલા વર્ષે રાષ્ટ્રીય રાજધાની સહિત દેશભરમાં કોવિડ-૧૯ના કારણે લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. એનસીઆરબીના આંકડા અનુસાર પાછલા વર્ષે જે લોકોની હત્યા થઈ તેમાં ૩૮.૫ ટકા ૩૦-૪૫ વર્ષ ઉંમર સમૂહના હતા જયારે ૩૫.૯ ટકા ૧૮-૩૦ વર્ષ ઉંમર વર્ગના હતા. આંકડા જણાવે છે કે હત્યા કરવામાં આવેલા લોકોમાં ૧૬.૪ ટકા ૪૫-૬૦ વર્ષની ઉંમર વર્ગના હતા તથા ચાર ટકા ૬૦ વર્ષથી વધુ ઉંમરના જયારે બાકીન

રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) એ બુધવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં ૨૦૨૦માં બળાત્કારના દરરોજ એવરેજ આશરે ૭૭ કેસ નોંધાયા હતા. પાછલા વર્ષે દુષ્કર્મના કુલ ૨૮૦૪૬ કેસ નોંધાયા હતા. દેશમાં આ સમયે સૌથી વધુ કેસ રાજસ્થાન અને બીજા સ્થાને ઉત્ત્।ર પ્રદેશમાં નોંધાયા હતા.

NCRB એ કહ્યું કે ગયા વર્ષે દેશભરમાં મહિલાઓ સામે ગુનાના કુલ ૩,૭૧,૫૦૩ કેસ નોંધાયા હતા જે ૨૦૧૯ માં ૪,૦૫,૩૨૬ અને ૨૦૧૮ માં ૩,૭૮,૨૩૬ હતા. એનસીઆરબીના આંકડા મુજબ, ૨૦૨૦ માં મહિલાઓ વિરુદ્ઘના ગુનાના કેસોમાંથી ૨૮,૦૪૬ બળાત્કાર થયા હતા, જેમાં ૨૮,૧૫૩ પીડિત છે. ગયા વર્ષે કોવિડ -૧૯ ને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

આંકડા જણાવે છે કે ૨૦૨૦માં અપહરણના સૌથી વધુ ૧૨૯૧૩ કેસ ઉત્ત્।ર પ્રદેશમાં નોંધાયા હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં અપહરણના ૯૩૦૯, મહારાષ્ટ્રમાં ૮૧૦૩, બિહારમાં ૭૮૮૯, મધ્ય પ્રદેશમાં ૭૩૨૦ કેસ નોંધાયા હતા. આંકડા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં અપહરણના ૪૦૬૨ કેસ નોંધાયા હતા. એનસીઆરબીએ કહ્યું કે, દેશમાં અપહરણના  ૮૪,૮૦૫ કેસમાં ૮૮,૫૯૦ પીડિત હતા. તેમણે જણાવ્યું કે, તેમાં મોટાભાગના એટલે કે ૫૬,૫૯૧ પીડિત બાળકો હતા. 

(10:32 am IST)