Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

'ચાલ તને ફરવા લઈ જાઉ' કહીને ૨૪ વર્ષના યુવકે ૪૦ વર્ષની મહિલાનો રેપ કરી ગર્ભવતી બનાવી

આરોપી અને પીડિતા આર્વી વિસ્તારમાં આવેલી એક જિનિંગ કંપનીમાં કરે છે કામ : સાથે કામ કરતી વખતે બંને વચ્ચે મિત્રતા બંધાઈ, એક દિવસ યુવક તેને ફરવા લઈ ગયો

વર્ધા,તા.૧૬: મુંબઈમાં સાકીનાકા રેપની ઘટના બાદ પણ આવા ગુના અટકવાનું નામ લઈ રહ્યા નથી. સાકીનાકા રેપ બાદ મહારાષ્ટ્રના વર્ધામાંથી વધુ એક રેપની દ્યટના સામે આવી છે. અહીં એક ૨૪ વર્ષના યુવકે ૪૦ વર્ષની મહિલા સાથે બળજબરી સંબંધ બાંધ્યો. બાદમાં મહિલા ગર્ભવતી બનતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો. આ દ્યટના પછી પીડિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પીડિતા અને આરોપી આર્વીમાં આવેલી એક જિનિંગ કંપનીમાં કામ કરે છે. સાથે કામ કરવા દરમિયાન મહિલાની ઓળખાણ આંબેડકર વોર્ડમાં રહેતા હરીશ ઉત્ત્।મ કિંદરણે સાથે થઈ હતી. ઓળખાણ થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ. એક દિવસ હરીશે મહિલાને કહ્યું કે, ચાલ તને ફરવા લઈ જાઉં. પીડિતાને તેની નિયતની ખબર નહોતી. તે હરીશ સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. એ પછી આરોપી હરીશ મહિલાને તેના બાઈક પર બેસાડીને એક હોટલમાં લઈ ગયો.

હરીશ મહિલાને હોટલના એક રૂમમાં લઈ ગયો. બાદમાં તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં હોટલમાંથી બહાર આવ્યા પછી યુવકે એક જગ્યાએ મહિલાનું મોં પણ કાળુ કર્યું. ત્યારબાદ બંને છૂટા પડ્યા. આ દ્યટના બાદ મહિલાને ગર્ભ રહી ગયો. મહિલાને ૮જ્રાટ ચાલી રહ્યો હતો. ત્યારે તેના પેટમા અચાનક દુઃખાવો શરૂ થયો. તેના પરિવારના લોકો તેને સેવાગ્રામની પાસેની એક હોસ્પિટલમાં લઈ ગયા.

એ સમયે આખો મામલો સામે આવ્યો હતો. પરિવારે જયારે મહિલાને પૂછ્યું ત્યારે તેણે આપવીતિ સંભળાવી. બાદમાં પીડિત મહિલાએ આ મામલે આર્વી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરતા આરોપી હરીશને ઝડપી પાડ્યો હતો. પીડિતાનો આરોપ છે કે, બળાત્કારની દ્યટના બાદ આરોપીએ તેને ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને કહેશે તો બદનામ કરી નાખીશ. જેથી પીડિતા ચૂપ રહી હતી. જયારે પીડિતા ગર્ભવતી બની ત્યારે આખો મામલો સામે આવ્યો હતો. જો કે, હવે પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(10:32 am IST)