Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શરમજનક દ્રશ્ય : એમ્બ્યુલન્સ ન મળી તો ૧૨ કિમી પગે ચાલી દર્દીને પહોંચાડયા હોસ્પિટલ

આપણા વિશાળ દેશમાં કોરોનાકાળ દરમ્યાન સ્વાસ્થ્યને લગતી વ્યવસ્થામાં કયાંક ને કયાંક કચાશ રહેતી જ હોય છે અને એ સોશ્યલ મીડિયામાં બહાર આવી જતી હોય છે. ઝારખંડના સાહેબગંજમાં તાજેતરમાં એક કોરોનાપીડિત મહિલાએ કરુણ હાલતમાં મુકાવું પડ્યું હતું. તેનો કોવિડ-રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો સમય આવ્યો ત્યારે સમયસર એમ્બ્યુલન્સ ન મળતાં તેમ જ આસપાસ પૂરતી હેલ્થ સર્વિસ ઉપલબ્ધ ન હોવાથી તેના બે પરિવારજનો તેને ખાટલા પર સુવડાવીને ૧૨ કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઈ ગયા હતા. વરસાદ અને ગરમીની પરવા કર્યા વિના બે યુવાનો ચાલતા નીકળ્યા હતા અને લાંબી મજલ કાપ્યા બાદ છેવટે હોસ્પિટલ પહોંચ્યા હતા. છેલ્લાં પોણાબે વર્ષથી દેશમાં આવાં દુખદ દૃશ્યો જોવા મળી રહ્યાં છે અને આશા રાખીએ કે ઝારખંડનો કિસ્સો એવા બનાવોમાં આખરી હોય. 

(10:33 am IST)