Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પતિ લગ્ન પછી પત્નીને પગે લાગ્યો

નવી દિલ્હી,તા. ૧૬: લગ્ન પછી પત્નીને પગે લાગતા પતિનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર યુઝર પીયૂષ અચારે પોસ્ટ કરેલા વિડિયોની દ્યણી ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોએ એ દ્યટનાને રમૂજી ગણાવીને મજાક કરી છે અને કેટલાક લોકોએ એવો મત વ્યકત કર્યો છે કે 'એમાં શું, હંમેશાં પત્ની તેના પતિને પગે લાગે એવું ન હોય. આવું પણ હોય'કેટલાક ફેમિનિસ્ટ એકિટવિસ્ટ્સે એ પોસ્ટ વિશે ટિપ્પણી કરી છે.

વિડિયો-કિલપમાં લગ્નની વિધિ પૂરી થયા બાદ કન્યા અને વરરાજા એકબીજા સામે ઊભાં હતાં. કન્યા તેના જીવનસાથીને પગે લાગતી હતી ત્યારે યુવકે તેને રોકી. તેણે પગે લાગવા દેવાનો ઇનકાર કર્યો અને પોતે વાંકા વળીને કન્યાના ચરણસ્પર્શ કર્યા હતા. કન્યાને આંચકો લાગ્યો અને નજર સામે તથા સોશ્યલ મીડિયા પર જોનારા ઘણાને આશ્ચર્ય થયું હતું. એ વિડિયોના ૩.૪૫ કરોડ વ્યુઝ નોંધાયા છે અને ૨૦ લાખથી વધુ લાઇકસ મળી છે.

(10:34 am IST)