Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

WHOની ચેતવણી : કોરોના સાથે સેપ્સિસનો વધી રહ્યો છે ખતરો : હાર્ટએટેક અને કેન્સરથી પણ ખતરનાક

ભારતમાં ૫૪ ટકા નવજાત સેપ્સિસથી મૃત્યુ પામે છે : પ્રમુખ કારણોમાં વધારે એન્ટીબાયોટિકનો પ્રયોગ છે અને આવનારા સમયમાં તે મોટો ખતરો બની શકે છે

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના કયારે ખતમ થશે તેની જાણકારી મળી રહી નથી પણ તે જતા જતા શરીરને નબળું બનાવી શકે છે. ખાસ કરીને જે લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા  નબળી છે અને જે લોકો પહેલાથી કોઈ ગંભીર રોગનો શિકાર બની ચૂકયા છે તેમને માટે ખતરો વધારે રહે છે. કોરોના સંક્રમિત થતાં સેપ્સિસનો ખતરો સૌથી વધારે વધે છે. સેપ્સિસ હાર્ટ એટેક અને કેન્સરથી પણ વધારે ખતરનાક માનવામાં આવે છે. કહેવાઈ રહ્યું છે કે WHOએ પણ તેને લઈને લોકોને ચેતવ્યા છે. 

ડોકટર્સ અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના અનુસાર ૨૦૫૦ સુધી કેન્સર અને દિલની બીમારી સાથે સેપ્સિસના કારણે મોતની આશંકા વધે છે. WHOના આધારે સેપ્સિસ ઈન્ફેકશનને માટે એક સિન્ડ્રોમ રિએકસન છે. દુનિયામાં સંક્રામક રોગ મોતનું મોટું કારણ બની રહ્યું છે. લેસેંટ જર્નલમાં  પબ્લિશ સ્ટડીમાં કહેવાયું છે કે ૨૦૧૭માં દુનિયામાં ૪.૮૯ કરોડ કેસ સામે આવ્યા છે અને ૧.૧ કરોજ સેપ્સિસથી સંબંધિત મોત થયા છે જે ગ્લોબલ ડેથ નંબર્સના ૨૦ ટકા છે. 

સ્ટડીથી જાણવા મળે છે કે અફઘાનિસ્તાન છોડીને અન્ય દક્ષિણ એશિયાઈ દેશની તુલનામાં ભારતમાં સેપ્સિસથી મૃત્યુદર વધી રહ્યો છે. ગુરૂગ્રામના ઈન્સ્ટીટ્યુટ ઓફ ક્રિટિકલ કેર એન્ડ એનેસ્થિસિયોલોજી, મેદાંતા - ધ મેડિસિનના ચેરમેન, યતિન મહેતાએ કહ્યું કે સેપ્સિસ ૨૦૫૦ સુધી કેન્સર કે હાર્ટ એટેકની સરખામણીએ વધારે લોકોનો જીવ લેશે. ભારત જેવા વિકાસશીલ દેશમાં એન્ટીબાયોટિક દવાઓ ના વધારે ઉપયોગના કારણે હાઈ ડેથ રેટનું કારણ બની રહ્યું છે.

ડેન્ગ્યૂ, મેલેરિયા, યૂટીઆઈ અને ડાયરિયા જેવી બીમારીના કારણે પણ સેપ્સિસ થઈ શકે છે. મળતી માહિતી અનુસાર એન્ટીબાયોટિકસના ઉપયોગ સિવાય જાગરૂકતાનો અભાવ અને તરત સારવારનો અભાવ ખતરાનો સંકેત હોઈ શકે છે. જાણકારોએ કહ્યું કે સેપ્સિસને વિશેની માહિતિનો અભાવને લઈને કામ કરવાની જરૂર છે. આ સાથે તેમનું માનવું છે કે હોસ્પિટલમાં ૫૦-૬૦ ટકા રોગીને સેપ્સિસ અને સેપ્ટિક શોક થાય છે.

ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ વર્માએ કહ્યું કે સેપ્સિસને એ માન્યતા મળી નથી જેની તે હકદાર છે. આપણે  ICMR, CME દ્વારા રિસર્ચમાં કહ્યું છે કે સેપ્સિસના કેસને ચિન્હિત કરવાની જરૂર છે. આ નિતી નિર્માતા દ્વારા પ્રાથમિકતા સાથે કામ કરાય, સેપ્સિસ નવજાત શિશુ અને ગર્ભવતી મહિલામાં મોતનું મુખ્ય કારણ છે. આ સિવાય વૃદ્ઘો, આઈસીયુમાં રોગીઓ, એચઆઈવી/ એઈ્ડ્સ, લિવર સિરોસિસ, કેન્સર, કિડનીની તકલીફ અને ઓટો ઈમ્યુન બીમારીથી પીડિત લોકોને પ્રભાવિત કરે છે. વિશેષજ્ઞો કહે છે કે મહામારી સમયે ડિસિઝ ઈમ્યૂનના કારણે થનારા મોતમાં સેપ્સિસની ભૂમિકા મહત્વની રહી છે.

(10:35 am IST)