Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શારીરિક અંતર જ સંક્રમણને રોકવા માટે પૂરતું નથી પણ માસ્ક અને વેન્ટિલેશન જેવી ચીજો પણ જરૂરી છે

કોરોનાને લઇને કરાયો નવો રિસર્ચ : ઘરમાં ૬ ફૂટની દૂરી રાખવાથી પણ ફેલાય છે કોરોના

નવી દિલ્હી તા. ૧૬ : કોરોના વાયરસને લઈને રોજ નવા રિસર્ચ સામે આવી રહ્યા છે. આ સમયે એક નવા સ્ટડીમાં દાવો કરાયો છે કે ઘરની અંદર કોરોનાથી બચવા માટે ૬ ફીટનું અંતર પૂરતું નથી અને ૬ ફીટની દૂરીમાં પણ એક સંક્રમિત વ્યકિત અન્યને સંક્રમિત કરી શકે છે.

સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટી નામની પત્રિકામાં છપાયેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે ફકત શારિરીક અંતર જ સંક્રમણને રોકવા માટે પૂરતું નથી. પરંતુ માસ્ક અને વેન્ટિલેશન જેવી ચીજો પણ તેના માટે જરૂરી છે.  શોધકર્તાઓએ ૩ બાબતોની તપાસ કરી છે. તેમાં સ્પેસના માધ્યમથી હવાના વેન્ટીલેશનનું પ્રમાણ અને દર, અનેક વેન્ટિલેશનની રણનીતિ સાથે જોડાયેલા ઈન્ડોર એરફલો પેટર્ન, શ્વાસ લેવાની સાથે વાત કરવાના એરોસોલ એમિસન મોડ સામેલ છે. 

સ્ટડીમાં કહેવાયું છે કે કોઈ પણ સંક્રમિત વ્યકિત ૬ ફીટના અંતરે બેસીને પણ માસ્ક વિનાના વ્યકિતને સંક્રમિત કરીને વાત કરે છે.  આ પરિણામ એવા રૂમની અંદર વધારે જોવા મળે છે જયાં વેન્ટિલેશનની ખામી છે. શોધમાં કહેવાયું છે કે એયરોસોલ્સ ડિસ્પ્લેસમેન્ટ વેન્ટિલેશન વાળા રૂમમાં વધારે ઝડપથી યાત્રા કરે છે અને અહીં તાજી હવા સતત ફર્શથી પસાર થાય છે અને જૂની હવાની પાસે એક નિકાસ વેન્ટમાં ધકેલે છે. આ રીતના વેન્ટીલેશન સિસ્ટમ મોટાભાગના ઘરોમાં સ્થાપિચ છે. 

અન્ય એક સ્ટડીમાં કહેવાયું છે કે ભારતમાં ઉચ્ચ ઈન્ટરનેટ પહોંચનો રેશિયો સોશ્યલ મીડિયાના વધતા ઉપયોગ અને તેમાં ઈન્ટરનેટની સાક્ષરતાની અછતના કારણે સોશ્યલ મીડિયા પર ખોટી જાણકારી આપવામાં આવી હતી.  ૧૩૮ દેશમાં પ્રકાશિત ૯૬૫૭ ખોટી જાણકારીને સામેલ કરાઈ છે. ભારતમાં સોશ્યલ મીડિયા પર સઔથી વધારે ૧૮.૦૭ ટકા ખોટી જાણકારી આપવામાં આવી છે. તેનું કારણ દેશની ઉચ્ચ ઈન્ટરનેટ દર, સોશ્યલ મીડિયાના ઉપયોગમાં વધારો અને સાથે ઉપયોગકર્તામાં ઈન્ટરનેટ સાક્ષરતાની ખામી છે.

(10:36 am IST)