Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

દિલ્હી સરકારના ઉદાસીન વલણને કારણે 100 બેડની હોસ્પિટલનું બાંધકામ અધૂરું : કેન્દ્ર સરકારે અનેક પત્રો લખ્યા છતાં જવાબ આપવામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બેદરકારી : વહેલી તકે વન વિભાગનો જવાબ રજૂ કરવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ : આગામી મુદત 8 નવેમ્બરના રોજ

ન્યુદિલ્હી : દક્ષિણ પશ્ચિમ દિલ્હીના નજફગઢમાં 100 પથારીવાળી હોસ્પિટલ પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અનેક પત્રો લખ્યા હોવા છતાં, દિલ્હી સરકાર દ્વારા કોઈ જવાબ અથવા પ્રતિપક્ષ સોગંદનામુ આપવામાં આવ્યું નથી .

આથી દિલ્હી હાઇકોર્ટે બુધવારે દિલ્હી સરકારનાઉદાસીન વલણની ટીકા કરી હતી. [રાજેશ કૌશિક વિ યુનિયન ઓફ ઇન્ડિયા]
મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહની ડિવિઝન બેંચે આ મામલે દિલ્હી સરકારની ઉદાસીનતા અને હોસ્પિટલને પૂર્ણ કરવા માટે કેન્દ્રને સમયસર જંગલ ખાતાની મંજુરી આપવામાં નિષ્ફળતાને લઈને ઠપકો આપ્યો હતો.

80 ટકા બાંધકામ થઈ ચૂક્યું છે. પરંતુ હજુ સુધી જીએનસીટીડીના વન વિભાગ દ્વારા જે પરવાનગી આપવી જરૂરી છે તે ડિસેમ્બર, 2018 થી પેન્ડિંગ છે .

કોર્ટે દિલ્હી સરકારને પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ઉમેર્યું હતું કે જે પણ પરવાનગીઓ અથવા પ્રતિબંધો જરૂરી છે તે રજૂ કરવા જોઈએ.

દિલ્હી સરકારના રેકોર્ડ પર જરૂરી દસ્તાવેજો દાખલ કરાયા બાદ આ મામલાની ફરી સુનાવણી 8 નવેમ્બરે થશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:44 am IST)