Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સફળ મુખ્યમંત્રી, સશકત વડાપ્રધાન..લોકપ્રિય નેતા

વિશ્વના રાજકીય ફલક ઉપર અનેરી ચાહના મેળવનાર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આવતીકાલે જન્મદિવસઃ ૭૨માં વર્ષમાં મંગલપ્રવેશ

ભારત ના આ શકિતશાળી સેનાપતિને શુભેછા આપવા વિશ્વભરના રાજકીય અગ્રગણીઓ આતુરઃ ગુજરાતભરમાં લોકાપયોગી કાર્યોની વણઝાર...

 ( જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી ) તા.૧૬, ભારત ના લોકપ્રિય વડાપ્રધાન અને વિશ્વના રાજકીય ફલક ઉપર અદકેરું સ્થાન ધરાવનાર શ્રી નરેન્દ્રભાઈનો આવતી કાલે ૧૭મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે તેમના, આ જન્મદિને શુભેછા આપવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે

 નરેન્દ્ર દામોદરદાસ મોદી ખોબા જેવડા વડનગરના આ વિરલાએ આજે માત્ર ગુજરાત કે ભારત માં જ ચાહના નથી મેળવી વિશ્વના અનેક દેશોના રાજકીય આલમમાં અનેરું સ્થાન મેળવ્યું છે

 ૧૭ મી સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ રવિવારે ૧૦ કલાકે ઉત્તર ગુજરાતના મહેસાણા થી ૩૪ કિમિ દૂર વડનગર ખાતે માતા હીરાબાના કુખે જન્મ , પિતાનું નામ દામોદરદાસ મુલચંદ મોદી , દામોદરદાસ ભાઈના ૬ સંતાન પૈકી નરેન્દ્રભાઈ ત્રીજું સંતાન માતાપિતાએ હોંશે હોંશે નામ રાખ્યું નરેન્દ્ર પ્રાથમિક અભ્યાસ વિસનગરની શાળા માં મેળવ્યા બાદ વધુ અભ્યાસ અર્થે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્ય શાસ્ત્ર વિષય સાથે અનુસ્તાતાક થયા હતા.

 કિશોર અવસ્થા થી જ અનેરી સુઝબુઝ ધરાવતા નરેન્દ્રભાઈ અમદાવાદમાં અભ્યાસ દરમ્યાન તેઓ દરરોજ સવારે આર.એસ.એસની શાખામાં જતા હતા અને કહેવાય છે કે અહીં તેમનો સંપર્ક નાથાલાલ તેમજ વસંત ગજેન્દ્ર જેવા જનસંઘના અગ્રણી નેતાઓ જોડે થયો અને આ અગ્રણી નેતાઓ પણ નરેન્દ્રભાઈ થી પ્રભાવિત થયા.

    યુવાન વયે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ જોડાયા હતા એટલું જ નહિ ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલન માં પણ સક્રિય ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો આ બાજુ સંઘમાં પણ તેમના ઉપર જવાબદારીઓ સોંપાવા લાગી પૂર્ણ સમયના પ્રચારક બન્યા બાદ તો સંઘના રંગ માં પુરે પુરા રંગાય ગયા હતા.

 ૧૯૮૦ ના વર્ષ માં સંઘે નામ બદલાવી ભારતીય જનતા પાર્ટી નામ ધારણ કર્યું તો નરેન્દ્રભાઈએ હવે ભારતીય જાણતા પાર્ટીને આગળ ધપાવવા પરિશ્રમ શરુ કર્યો પરંતુ એ વેળાએ તો જાણે ભાજપ એટલે છેવાડાનો કોઈ પક્ષના કોઈએ જાણ્યો હોઈના કોઈએ સાંભળ્યો હોઈ આ વેળાએ નરેન્દ્રભાઈએ ભાજપના અન્ય કાર્યકરો જોડે ગુજરાતના ગામડે ગામડે અને ઘરે ઘરે ભાજપને પોહોંચાડવા રાત દિવસ એક કર્યા અને એનું પરિણામ પણ ભાજપ ના હાઈ કમાન્ડને જોવા મળ્યું ગુજરાત  વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં..૧૮૨ માંથી ભાજપને ૧૨૧ બેઠક મેળવી સત્તાનું  સિંહાસન અપાવ્યું.

 નરેન્દ્રભાઈ સમયની સાથે આગળ ધપતા ગયા ભાજપ હાઈ કમાન્ડ તેમને એક પછી એક નવી જવાબદારીઓ સોંપતા ગયા અને તેઓ પાર પડતા ગયા ૧૯૮૬માં સંગઠન મંત્રી તો ૧૯૯૫માં નરેન્દ્રભાઈને રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રીની જવાબદારી સોંપાય સંગઠનને કાશમીરથી કન્યાકુમારી સુધી  મજબૂત બનાવવા જાણે ભેખ લીધો હતો સત્તાની તો દૂર દૂર  સુધી લાલચ જ નો હતી

 પરંતુ વિશ્વસ્તરે રાજકીય આલમ માં ચમકવામાં નરેન્દ્રભાઈનું નામ જાણે પેહલેથી જ લખાયું હોઈ તેમ ગુજરાતની રાજકીય સ્તિથીમાં અણધાર્યો વળાંક આવ્યો અને તેમને ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતનું સુકાન સોંપ્યું ૭મી ઓકટોબરના રોજ નરેન્દ્રભાઈએ ગુજરાતની મુખ્યમંત્રી પદે શપથ લીધા

અને જાણે સત્તાની સફરનો કર્યો પ્રારંભ એક પછી એક ચૂંટણીઓ જીતતા ગયા મુખ્યમંત્રીની જવાબદારીઓ પાર પડતા ગયા આશરે સતત ૧૩ વર્ષ સુધી ગુજરાતનું સિંહાસન શોભાવ્યું ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં આગામી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમ્મેદવાર તરીકે નરેન્દ્રભાઈનું જામ જાહેર કરાયું.

બસ પછી સુ હતું  ફરી એકવાર નરેન્દ્રભાઈ દિવસ અને રાત જોયા વગર કામે લાગ્યા કેન્દ્રમાં ફરી ભાજપને સત્તાની સિંહાસને બેસાડવા અને અભૂતપૂર્વ પરિણામ ભાજપને મળી ભવ્ય જીત ભારે બહુમતીથી સરકાર રચાયી.

૨૬ મી મેં ૨૦૧૪ના રોજ ભારતના પ્રથમ વખત ભારતના ૧૪માં વડાપ્રધાન તરીકે શપથ લીધા અહીંયા પણ નરેન્દ્રભાઈએ ફરી એકવાર પોતાના અનુભવ અને સુઝબુઝનો ઉપયોગ કરી જરૂર પડી ત્યાં સમજતા ગયા અને જણાયું ત્યાં સમજાવતા ગયા મતબેન્કની પરવા કર્યા વિના પ્રજાજનોના હિત માટે કઠોર નિર્ણયો અમલમાં મુકતા ગયા જોતજોતામાં ૫ વર્ષ પૂર્ણ થઇ ગયા ફરી પછી ચૂંટણી આવી અને ફરી એકવાર ભાજપને બહુમતી અપાવી  ૩૦ મી મેં  ૨૦૧૯ના રોજ થી નરેન્દ્ર મોદી સરકાર ૨.૦નો થયો પ્રારંભ

 એ વાત ને પણ આજે ૮૪૧ દિવસ થઇ ગયા ....નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે કોઈ પણ જવાબદારી માં થી પાછળ પડ્યાનું જણાતું નથી સમય આગળ ધપ્યે જાય છે અને નરેન્દ્રભાઈ પણ લોકચાહનામાં આગળ ધપ્યે જાય છે  ગુજરાત કે ભારત જ નહિ, આજે વિશ્વની મહાસત્તા સહીતના દેશોના રાજકીય આલમમાં નરેન્દ્રભાઈએ અદભુત લોકચાહના મેળવી છે.

 આવા આપણા લાડીલા શ્રી નરેન્દ્રભાઈ આવતીકાલે એટલે કે ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ યશસ્વી કારકિર્દીના ૭૧ વર્ષ પૂર્ણ કરી ૭૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ 'અકિલા' પરિવાર તરફથી તેમને જન્મદિવસની હાર્દિક શુભેછા.

(11:50 am IST)