Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સંઘના સામાન્ય કાર્યકરથી વિશ્વના અગ્રીમ હરોળના નેતા સુધીની નરેન્દ્રભાઈની સફર

કોરોનાના કહેરમાં વિશ્વભરને જોવા મળ્યો નરેન્દ્રભાઈના નેતૃત્વનો પરચો

મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન ગુજરાતને વિકાસનો વેગ આપ્યોઃ વડાપ્રધાન પદના કાર્યકાળ દરમ્યાન દેશને વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું: આત્મનિર્ભર ભારતની પહેલથી કેટલાય દેશોના પેટમાં તેલ રેડાયું પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપ્યોઃ ચીન સામે કરી લાલ આંખઃ અમેરિકાને પણ ભણાવ્યા મુત્સદીના પાઠઃ ઓબામા સાથે કરી દોસ્તી ટ્રમ્પ ને બનાવ્યો રાજકીય મિત્ર હવે વારો જો બિડેનનો

 (જીતેન્દ્ર રૂપારેલિયા-વાપી) તા.૧૬, માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીનો આવતીકાલે જન્મદિવસ છે માત્ર સૌરાષ્ટ્ર જ કે ગુજરાત જ નહિ ભારતના અનેક વિસ્તારોમાં  ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ વિવિધ લોકાપયોગી કર્યો દ્વારા નરેન્દ્રભાઈના આ જન્મદિવસને ઉજવવા તડામાર તૈયારી કરી રહ્યા છે ભારત જ નહિ વિશ્વના ટોચના દેશના નેતાઓ પણ  નરેન્દ્રભાઈને શુભેછા આપવા આતુર બન્યા છે.

 સંગઠન હોઈ કે સત્તા....સદા અગ્રીમ હરોળમાં રહેવાનું માનનાર આપણા ન.મોની સંઘના સામાન્ય કાર્યકરથી વિશ્વના અગ્રીમ હરોળના નેતા સુધીની  સફરની એક ઝલક જોઈએ તો વર્ષ ૧૯૬૫માં  અમદાવાદના કાંકરિયાના જનસંઘના એક સામાન્ય કાર્યકર તરીકે સફરનો કર્યો  પ્રારંભ  રોજ સવારે સંઘમાં જવું જાતે  ભોજન બનાવી ઘરે ઘરે સંઘના પ્રચાર અર્થે જવું, સંઘના પ્રચારક બન્યા બાદ વધુ જવાબદારી આવી સમય જતા જનસંઘનું ભારતીય જનતા પાર્ટી માં થયો બદલાવ પરંતુ નરેન્દ્રભાઈની ભૂમિક એ જ રહી પક્ષને મજબૂત બનાવવાની....

 કુશળ સંગઠક બાદ હાઈ કમાન્ડે આપી ગુજરાતમાં સત્તાની જવાબદારી અહીં પણ સૌનો સાથ સૌનો વિકાસના નારા સાથે ગુજરાતને વિકાસના વેગે આગળ ધપાવ્યો ... સૌ પ્રથમ તો મોટાપાયે ખર્ચ ઉપર કપ મૂકી વહીવટી ખાતું સંગઠિત કર્યું ગુજરાત ના સંકલિત વિકાસ માટે ૅસુજલામ સુફલામ યોજના નો પ્રારંભ કર્યો જળસંરક્ષણ અને ઉચિત વપરાશ માટે પગલાંઓ હાથ ધર્યા ખેડૂતો ના હિત માટે કૃષિ મોહોત્સવ શરુ કરાયા બેટી બચાઓ અને બેટી પઢાઓ દ્વારા દીકરીઓને શાળાએ સુધી પોહોચાડી એટલું જ નહિ કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી યોજના પણ અમલમાં મુકાયી  , વિદ્યાર્થીઓ માટે મધ્યહાન યોજનાની ખાસ વ્યવસ્થા કરાઈ, દરેક ગામના વિદ્યુતીકરણ માટે જ્યોતિગ્રામ યોજના શરુ કરાવી તેમજ શિશુ મૃત્યુદર ઘટાડવા માટે ચિરંજીવી યોજના શરુ કરાઈ વધુને વધુ વ્યાપાર અને રોજગાર માટે દેશ-વિદેશની કંપનીઓને ગુજરાતમાં લાવવા બિઝનેસ સમિટની એક અનોખી પહેલ શરુ કરી

શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આશરે ૪૬૦૦ દિવસ શાશન કરી વિશ્વના નકશામાં ગુજરાતને એક નવી ઑળખ અપાવી અનેક વિક્રમો સર્જી આશરે ૧૩ વર્ષ સુધી ગુજરાતની શાશનની ધુરા સાંભળી સફળ મુખ્યમંત્રી સાબિત થયા.

  હવે જો આપણે સશકત  વડાપ્રધાનના કાર્યકાળને સંક્ષિપ્તમાં જોઈએ તો ૨૬ મી મેં ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદ સાંભળી શરુ કરી નવી ભૂમિકા અત્યાર સુધી તો ગુજરાતના નાથ હતા એટલે એક જ રાજ્ય અને એની જ સમસ્યાઓ સાંભળવાની હતી પરંતુ હવે તો હતું આખા દેશનું સુકાન આંતરિક  સાથી મિત્રોની નારાજગી વિપક્ષનો ખોફ,આંતરરાષ્ટટ્રીય રાજકીય કૂટનીતિ વચ્ચે નરેન્દ્રભાઈએ શરુ કરી લડત કોઈએ કોઈ કસર છોડી ના હતી છતાં પણના ડર્યા કે ના ડગ્યાના કોઈ બિનજવાબદાર નિવેદન સંઘના સંગઠનનો અને ગુજરાતના મુખ્યમંત્રીની સત્તાના અનુભવના નિચોડનો ફાયદો મળતો ગયો ઠંડે કલેજે એક પછી એક ક્યારેક આઘાતજનક તો ક્યારેક આશ્ચર્યજનક નિર્ણયો લઇ વિરોધીઓને માત આપતા ગયા અને પ્રજાજનોની ચાહના મેળવતા ગયા.

       દેશના અર્થતંત્ર ને ભ્રષ્ટચારના ભોરિંગથી નાથવા નોટબંધી, અર્થતંત્રને વિકાસનો વેગ આપવા જીએસટી નો અમલ જેવા અકલ્પનિય નિર્ણયો લઇ સામાન્ય જનતામાં અનેરી છાપ ઉભી કરી, માત્ર ભાષણમાં જ છપ્પનની છાતીનો ઉલ્લેખના કર્યો ખરા અર્થમાં જ્યારે છપ્પનની છાતી  બતાવવાનો સમય આવ્યો ત્યારે દુનિયાની સાડાબારી રાખ્યા  વિના પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી ૫૬ની  છાતી બતાવી દીધી દેશને કર્જા માંથી બહાર લાવવા ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવો સામે પણ પેટ્રોલ ડીઝલ સસ્તાના કરી વોટબેન્કની પરવા કર્યા વિના  આ આવકથી દેશના વિકાસને આગળ ધપાવ્યો જોકે  ભાવ વધારાની બુમરાણ વચ્ચે ખુદ પક્ષના જ કેટલાક નેતાઓ સ્વીકારવા લાગ્યા હતા કે હવે આ સ્તિથીમાં ભાજપ બીજી ટર્મ માટે નહિ આવી શકે પરંતુ નરેન્દ્રભાઈએ પ્રજાજનોમાં એક ઉમદા વડાપ્રધાન તરીકેની છાપ ઉભી કરવામાં સફળ રહ્યા અને બીજી ટર્મ માં પણ દેશની જનતાએ નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ મૂકી ખોબલે ખોબલે મતો  આપી વધુ સીટો ઉપર જીત અપાવી વધુ ૫ વર્ષ માટે દેશનું સુકાન સોંપ્યું

બીજી ટર્મમાં તો નરેન્દ્રભાઈને જાણે ૨૦-૨૦ જ રમવું હોઈ તેમ આરંભ થી જ ફટકાબાજી શરુ કરી જમ્મુ-કાશ્મીરથી ૩૭૦ની કલમ નાબૂદ કરી વિશ્વભરને ચોંકાવયું લાલ ચોક માં ત્રિરંગો તો લહેરાવ્યો હાલમાં જ અહીંથી ભારે શાનથી જન્માષ્ટમીની રથયાત્રા પણ કાઢી ...તીન તલાક હોઈ કે વરસો જૂનો લટકતો રામજન્મભૂમિ વિવાદ નો પ્રશ્ન એક પછી એક પ્રશ્નો હલ કરતા ગયા રામજન્મભૂમિ વિવાદનો નિવેડો આવ્યા બાદ ભુમીપુજન અને નવા મંદિરનો શિલાન્યાસ પછી તો નરેન્દ્રભાઈની લોકચાહનામાં અભૂતપૂર્વ વધારો થયો પરંતુ કુદરતે પણ કોરોના મહામારીને પગલે કરી કસોટી એમાં પણ જાણે નરેન્દ્રભાઈ ખરા ઉતર્યા અન્ય દેશોના પ્રમાણમાં ખુબજ ઓછા મૃત્યદર સાથે આપણા દેશમાં આ મહામારીને નાથવા મોટાભાગે સફળ રહ્યા એટલુંજ નહિ ભારતમાં જ વેકસીન બનાવી ભારતની જનતા ઉપરાંત કેટલાય દેશોને વિના મુલ્યે વેકસીન મોકલાવી લાખો  પ્રજાજનોના જીવ બચાવી વિશ્વભરમાં નામના મેળવી ૮૭ દેશો ના વડાપ્રધાન કોરોના ને હરાવવા હાંફી ગયા જેને હરાવવામાં મૉટે ભાગે સફળ રહ્યા મોદી.

 ભારતને આગળ કેમ ધપાવવો...આત્મનિર્ભર કેમ બનાવવો બસ એ માટેના પ્રયત્નો કરતા ગયા સંરક્ષણ ક્ષેત્રે ભારતને મજબૂત બનાવવા અને દુશ્મનોથી બચાવવા સૈન્યની તાકાત વધારી ૭૦ કિમિ દૂર દુશ્મનોનો વિનાશ કરી શકે તેવી MRSAM મિસાઈલ અપાવી, તેમજ મહાબલી C-295 CW 16 વિમાન સ્પેન થી ખરીદવા કેબિનેટે મંજૂરી આપી  વાયુસેના ઉપરાંત સમુદ્ર માં પહેલું ન્યુકિલયર મિસાઈલ ટ્રેકિંગ જહાઝ ઉતારવા આ કવાયત હાથ ધરી અને આ તાકાત ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દેશમાં એક નવું અભ્યાન શરુ કર્યું અને અત્યાર સુધીમાં ૧.૭૫ લાખ લોકોનું ઘરનું સ્વપ્ન પૂર્ણ થયેલ છે

તેમજ શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નેશનલ હાઇવેના નિર્માણ માં સતત વધારો થઇ રહ્યો છે દેશમાં વર્ષ ૨૦૧૪ પેહલા પ્રતિદિવસ ૧૩ કિમિ હાઇવે નિર્માણ થતો હતો જેની જગ્યાએ ૨૦૧૪ પછી પ્રતિદિન આશરે ૨૫ કિમિ હાઇવે બની રહ્યા છે આત્મનિર્ભર ક્ષેત્રે વધુ સક્ષમ બનવા મોદી સકારે વસ્ત્ર ઉત્પાદન સાથે જોડાયેલ ૧૦,૬૮૩ કરોડ રૂપિયા ની પરિવ્યાહ પ્રોત્સાહન યોજના અમલ માં મૂકી

  ખેડૂતોના હિત માટે અને જગતના તાત ને વધુમાં વધુ ફાયદો થાઈ એ માટે મોદી સરકારે સતત પગલાંઓ ભર્યા છે  પાકની MSP  માં વિક્રમી વધારો કરતા ગયા છે આરોગ્યને પણ એટલુંજ મહત્વ નરેન્દ્રભાઈએ આપ્યું છે મોદી સરકારે તેમના શાશન ના આ સાત વર્ષ દરમ્યાન ૭ એઇમ્સ હોસ્પિટલ બનાવી છે અને આઠ બીજી નવી બની રહી છે ગુજરાત નો તૌકતે વાવાઝોડું હોઈ કે હોઈ પિ?મ બંગાળ નું યાસ વાવાઝોડું નરેન્દ્રભાઈએ ક્યાંય કસર નથી છોડી જૂન ૨૦૧૪ માં ૧.૫ ટ્રિલિયન ડોલરની કિંમત વાળું કેપિટલ માર્કેટ  હતું જે મેં ૨૦૨૧ના રોજ ૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ચૂક્યું છે એવીજ રીતે એફડીઆઈ માં પણ આવોજ વધારો થયો છે. વર્ષ ૨૦૧૪-૧૫ માં જે એફડીઆઈ  ૪૫.૧૫ બિલિયન ડોલર હતું તે વર્ષ ૨૦૨૦-૨૧ માં એટલે કે સાત વર્ષ માં વધી ને ૮૧.૭૨ બિલિયન ડોલરે પોહોંચ્હ્યુ છે  ખેલેગા ઇન્ડિયા જેવી સરકારની પ્રોત્સાહન નીતિનું પરિણામ આપણને જોવા મળ્યું ઓલમ્પિકસ અને પેરાલિમ્પિકસ સ્પર્ધામાં ભારતના ખેલાડીઓ એ  ભવ્ય જીત મેળવી દેશને ગૌરવ અપાવ્યું અને જેની કદરના ભાગ રૂપે હાલ માં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પેરાલિમ્પિકસ અને ઓલમ્પિકસ માં ભાગ લેનાર અને દેશને વિશ્વમંચ પર ગૌરવ અપાવનાર ભારતીય ખેલાડીઓ  સાથે મુલાકાત કરી અનેરું પ્રોત્સાહન આપ્યું

 વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈના આશરે ૭ વર્ષ ના આ શાસન કાળ દરમ્યાન અનેક ઉપલબ્ધીઓ આંખે ઉડીને વળગે તેવી છે ત્યારે સુ કોઈને એવો સવાલ નહિ થતો હોય  કે જો નરેન્દ્રભાઈ વડાપ્રધાન નહિ બનતે તો સુ ?... ટીન તલાકની દુષ્પ્રથા બંધ થતે..? સુ CAA કાનૂન આવતે ખરા..? સુ એર સર્જીકલ સ્ટ્રાઇક શક્ય હતી..?સુ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનું સપનું પૂર્ણ થતે..? રામ મંદિરનો કોયડો ઉકેલાય અને ભારત માં રામ મંદિર નિર્માણ કાર્ય હાથ ધરાતે..? 

(11:51 am IST)