Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

અમરાવતી નગરપાલિકાનું બોર્ડ ઉર્દૂમાં લખવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી : બોમ્બે હાઈકોર્ટ નાગપુર બેન્ચની મંજૂરીને પડકાર આપતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ : નામદાર કોર્ટે નોટિસ પાઠવી ચાર સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ કર્યો

ન્યુદિલ્હી : અમરાવતી નગરપાલિકાનું બોર્ડ ઉર્દૂમાં લખવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તથા આ માટે બોમ્બે હાઈકોર્ટ નાગપુર બેન્ચની મંજૂરીને સુપ્રીમમાં પડકાર અપાયો છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે (13 સપ્ટેમ્બર) એક અરજીમાં નોટિસ જારી કરી હતી. અરજીમાં બોમ્બે હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો

ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ વી સુબ્રમણ્યમની ખંડપીઠે પાટુર, જિલ્લા અકોલાના નગરપાલિકા પરિષદના ચૂંટાયેલા સભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ રજા અરજીમાં ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા નોટિસ જારી કરી હતી.

અરજદારે વિભાગીય કમિશનર અમરાવતીના આદેશને માન્ય રાખતા બોમ્બે હાઈકોર્ટ (નાગપુર બેન્ચ) ના આદેશને પડકાર્યો છે, જેમાં નિર્દેશ આપ્યો છે કે મ્યુનિસિપલ કાઉન્સિલનું નામ મરાઠીમાં લખવું જોઈએ અને તેની નીચે નવા બાંધવામાં આવેલા બોર્ડ પર ઉર્દુ ભાષામાં લખવું જોઈએ.

હાઇકોર્ટે આપેલા ચુકાદામાં જણવ્યું હતું કે 14 મી ફેબ્રુઆરી, 2020 ના રોજ  નગરપાલિકા કાઉન્સિલ, પાતુર દ્વારા બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે મ્યુનિસિપલ કાઉન્સિલના નિર્માણ થયેલા મકાનનું નામ  મરાઠી અને ઉર્દૂ ભાષામાં દર્શાવતાબોર્ડમાં મૂકવું . અને જે હજુ અમલમાં છે તથા ભારતના બંધારણમાં ઉર્દુ ભાષાને માન્યતા આપવામાં આવેલી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.
 

(1:30 pm IST)