Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બાયોડેટા : એક હાઉસવાઇફનો

નામ        : કોઈ પણ રાખો, શું ફરક પડે છે?

જન્મ        : દિકરી તરીકે અણગમતો આવકાર

ઉંમર        : ૪૯થી ઉપર કોઈ પણ આંકડો ધારી લો.

સરનામું     : પહેલા પિતાનું ઘર

             - હાલમાં પતિનું

             - ભવિષ્યમાં દીકરાનું ઘર

             - કે કદાચ ઘરડાઘર

વિશેષતા   : બાપની દ્રષ્ટિએ તેજસ્વી દીકરી

             - મા ની દ્રષ્ટિએ નફકરી

             - સાસુની દ્રષ્ટિએ  દીકરાની જિંદગી બગાડી

             - વરની દ્રષ્ટિએ જૂનવાણી ને ફૂવડ

             - મોટા થયેલા દિકરા/ દિકરીની દ્રષ્ટિએ -    

               રહેવા દે તને કંઈ ખબર નહીં પડે     

             - પોતાની દ્રષ્ટિએ - ખબર નથી

કાર્યાનુભવ  : ઘરકામ..... ૩૦ વર્ષથી

             - રસોડું..... ૩૦ વર્ષથી

             - ઝાડુ પોતા..... ૩૦ વર્ષથી

             - કપડા વાસણ..... ૩૦ વર્ષથી

ઘરના સભ્યો, સગા વ્હાલા અને મહેમાનોને સાચવવાના.......૩૦ વર્ષથી બાળકો - નંગ બે (તેમને જન્મ, ઉછેર, ભણતર, ગણતર  વગેરે વગેરે)

જેમ કે — દૂધ પાયું - ૧ વર્ષ, બાળોતિયાં બદલ્યાં - ૩ વર્ષ, ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, ભણતા શીખવ્યું, હોમવર્ક કરાવ્યું. -માંદગીમાં ને પરીક્ષા વખતે ઉજાગરા કર્યા વગેરે વગેરે......

જરૂરિયાત   : બે ટાઈમ ખાવાનું,

             - થોડા ઘણા કપડા,

             - વાર - તહેવારે ને પ્રસંગે થોડા

             - ભારે  કપડા - દાગીના કુટુંબનું

             - સારૃં લાગે એટલા માટે

             - અપેક્ષા - કંઈ નહીં

             - વળતર - કંઈ નહીં..

             - આવક - કંઈ નહીં..

             - બચત -  કંઈ નહીં..

પૈસાની જરૂરિયાત માટે : પતિ કે દિકરાની પાસે માંગવાના અને એ પણ વિગતવાર જરૂરિયાત શી છે એ સમજાવવું જરૂરી. પછી પણ એ લોકોનો મૂડ હોય તો મળે અને સાથે બહુ બધી શિખામણો સાથે કે તારે શી જરૂર છે વગેરે વગેરે.

પોતાની મુશ્કેલીઓ   : કહેવાની  મનાઈ. કહો  તો કોઈ સાંભળે નહીં કે પછી સાંભળીને ભૂલી જાય.

ઘર કુટુંબમાં કદર     કંઈ નહીં.. એમાં શું ? એ તો એણે કરવાનું જ હોયને એવી બધાની માન્યતા અને કોમેન્ટ્સ.

અને છતાં કાયમ ફરજીયાત હસતા તો રહેવાનું જ કારણ  ઘર અને કુટુંબનું સારૂ દેખાડવા અને લોકો અભિમાની ન ગણે તે માટે !!

(સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ રહેલ મેસેજ,

અકિલાના શ્રોતા અલ્કાબેન દલાલના સૌજન્યથી)

(3:29 pm IST)