Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બે સપ્તાહની નોટિસ આપી ગોદ લીધેલા બાળકને દેશથી બહાર લઈ જઈ શકશે એનઆરઆઈ

નિયમ બદલવાની તૈયારી... હાલમાં બે વર્ષ સુધી ભારતમાં રહેવું અનિવાર્ય છે

નવી દિલ્લી, તા.૧૬: કોઈ પણ એનઆરઆઇને બાળકને ગોદ લેવામાં કે વિદેશ લઇ જવામાં હવે તકલીફ નહીં પડે. હિન્દૂ અડોપશન એન્ડ મેન્ટેનેન્સ એકટ અંતર્ગતના આ નિયમને બદલવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નોટિફિકેશનની તૈયારીમાં છે.

ગોદ લીધેલા બાળકની સાથે બે વર્ષ ભારતમાં રહેવું હવે  અનિવાર્ય નહીં હોય. એનઆરઆઈ બે સપ્તાહની નોટિસ આપી બાળકને વિદેશ લઇ જઈ શકશે. હાલમાં બાળકને ગોદ લેવા પર બે વર્ષ સુધી ભારતમાં રહેવું ફરજીયાત હતું. અને તેનું મોનિટર કરવામાં આવતું હતું. આ દરમિયાન જોવામાં આવતું કે બાળકે એ પરિવારમાં એડજસ્ટ કરી શકે છે કે નહીં. નિયમમાં બદલાવ પછી હવે આ દેખરેખની જવાબદારી જે તે દેશના ભારતીય દૂતાવાસ કરશે. ગોદ લેનાર પરિવારે તેનું સરનામું સહિતની વિગતો દૂતાવાસને આપવાની રહેશે. બાળકની સુરક્ષા માટે દૂતાવાસ  જે નિર્દેશ આપશે તેનું પાલન કરવાનું રહેશે. એનઆરઆઈ બાળકને ગોદ લઇ જે દેશમાં જવા ઈચ્છે તે દેશમાં પણ વેરિફિકેશનની -ક્રિયા સાથે સાથે જ શરૂ થઇ જશે.

આ હતી મુશ્કેલી

હિન્દૂ કાયદા અનુસાર કોઈ એનઆરઆઈ બાળકને ગોદ લ્યે છે તો એ બાળકને દેશની બહાર લઇ જવા માટે સેન્ટર અડોપ્શન રિસોર્સ ઓથોરિટીથી એનઓસી નહોતું મળી રહ્યું. તેને કોર્ટના ચક્કર લગાવવા પડતા હતા.

(3:30 pm IST)