Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ૧૧ દિવસથી સ્થિર

કંપનીઓએ છેલ્લે પ સપ્ટેમ્બરે કિંમતોમાં ઘટાડો કર્યો હતો : દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૧.૧૯ રૂપિયા પ્રતિ લીટર છે, જયારે મુંબઇમાં પેટ્રોલ ૧૦૭.ર૬ રૂપિયે લીટર છે

નવી દિલ્હી, તા. ૧૬ :  પેટ્રોલ અને ડીઝલની કિંમતો લાંબા સમયથી જનતાને ઝટકો નથી આપી રહી. થોડા દિવસો પહેલા ફ્યૂઅલ સસ્તું થયા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરી એકવાર સ્થિર થઈ ગઈ છે. આજે ગુરુવારે (૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧) સતત ૧૧મા દિવસે પણ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. ઓઇલ કંપનીઓએ છેલ્લીવાર ૫ સપ્ટેમ્બરે કિંમતોમાં ઘટાડો કર્યો હતો. તે દિવસે પેટ્રોલ-ડીઝલ ૧૫ પૈસા પ્રતિ લીટર સુધી સસ્તા થયા હતા. પરંતુ ત્યારબાદ કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરાયો.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૧.૧૯ રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મુંબઈમાં ૧૦૭.૨૬ રૂપિયે લીટર છે. કોલકાતામાં પેટ્રોલનો રેટ ૧૦૧.૬૩ રૂપિયા અને ચેન્નઈમાં ૯૮.૯૬ રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં ડીઝલ આજે ૮૮.૬૨ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલના રેટ ૯૬.૧૯ રૂપિયા લીટર છે, કોલકાતામાં ડીઝલના ભાવ ૯૧.૭૧ રૂપિયા, કોલકાતામાં ૯૩.૨૬ રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ આ પ્રમાણે હતા. અમદાવાદ - પેટ્રોલ ૯૮.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૫.૪૯ રૂપિયા પ્રતિ લીટર, સુરત - પેટ્રોલ ૯૭.૯૦ રૂપિયા અને ડીઝલ ૯૫.૩૬ રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ - પેટ્રોલ ૯૭.૮૦ રૂપિયા અને ડીઝલ ૯૫.૨૬ રૂપિયા પ્રતિ લીટર, વડોદરા - પેટ્રોલ ૯૭.૬૮ રૂપિયા અને ડીઝલ ૯૫.૧૩ રૂપિયા પ્રતિ લીટર રહ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક ઇજીઁ લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

(4:11 pm IST)