Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી સહિત સાત પાટીદાર નેતા

ભૂપેન્દ્રભાઇ પટેલના મંત્રીમંડળમાં પાટીદારોનો દબદબોઃ ૪ લેઉવા અને ૩ કડવા પટેલનો સમાવેશ

ઉત્તર ગુજરાતમાંથી એક પટેલ નેતા, દક્ષિણ ગુજરાતમાં ૧ પટેલ, મધ્ય ગુજરાતમાં ૧ પટેલ નેતા (મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ) અને સૌરાષ્ટ્રમાંથી ૪ પાટીદારોનો સમાવેશ થાય છે

અમદાવાદ, તા.૧૬: ફરી એકવાર સાબિત થયું કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મહત્ત્વનું છે.તે મુજબ દરેક ઝોનને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં ભૂપેન્દ્ર પટેલ સહિત અત્યાર સુધીના લિસ્ટ પ્રમાણે ૭ પટેલનો સમાવેશ થાય છે. આ પટેલ નેતાઓમાં ઋષિકેશ પટેલ, વીનુ મોરડીયા, અરવિંદ રૈયાણી, રાદ્યવજી પટેલ, બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી, અને ખુદ ભૂપેન્દ્રભાઇ પટેલનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતમાંથી એક પટેલ નેતા, દક્ષિણ ગુજરાતમાં ૧ પટેલ, મધ્ય ગુજરાતમાં ૧ પટેલ નેતા (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ) અને સૌરાષ્ટ્રમાંથી ૪ પાટીદારોનો સમાવેશ થાય છે. કુલ સાત નેતામાં ૪ લેઉઆ પટેલ અને ૩ કડવા પટેલનો સમાવેશ થાય છે. જયારે બે બ્રાહ્મણ રાજેન્દ્ર ત્રિવેદી અને કનુ દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ૬ ઓબીસી સમાજના અને ચાર આદિવાસી સમાજના નેતાઓનો સમાવેશ થાય છે. જૈન સમાજમાંથી એક નેતા હર્ષ સંદ્યવીનો સમાવેશ થાય છે. જયારે બે મહિલા મનિષા વકીલ અને નિમિષા સુથારનો સમાવેશ થાય છે.

કુલ ૨૩ ધારાસભ્યો લેશે મંત્રીપદના શપથ, સિનિયર નેતાઓ કે અસંતુષ્ટ નેતાઓનો રોષ આખરે શાંત પડતા દ્યીના ઠામમાં દ્યી પડયું છે. ઝોન વાઈઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી સાત, મઘ્ય ગુજરાતમાંથી સાત, જયારે દક્ષિણ ગુજરાતમાંથી છ અને ઉત્ત્।ર ગુજરાતમાંથી ૩ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારમાં પાટીદાર પાવર

અરવિંદ રૈયાણી - લેઉઆ પટેલ

જીતુ વાદ્યાણી- લેઉઆ પટેલ

વીનુ મોરડીયા- લેઉઆ પટેલ

રાદ્યવજી પટેલ-લેઉઆ પટેલ

ઋષિકેશ પટેલ- કડવા પટેલ

બ્રિજેશ મેરજા - કડવા પટેલ

ભૂપેન્દ્રભાઇ પટેલ- કડવા પટેલ (મુખ્યમંત્રી)

બે મહિલાને સ્થાનઃ

મનિષા વકીલ

નિમિષા સુથાર

કઈ જ્ઞાતિમાંથી કેટલા મંત્રી?

પટેલ- ૭ (મુખ્યમંત્રી સહિત)

ક્ષત્રિય- ૨

ઓબીસી- ૬

SC- ૨

ST- ૪

જૈન- ૧

બ્રાહ્મણ- ૨

ઝોન પ્રમાણે

ઉત્ત્।ર ગુજરાત

(૧) ઋષીકેશ પટેલ ( વિસનગર) પટેલ )

(૨) ગજેન્દ્ર પરમાર ( પ્રાંતિજ) ઓબીસી

(૩) કિરિટસિંહ વાદ્યેલા (કાંકરેજ) ક્ષત્રિય

દક્ષિણ ગુજરાત

(૧) નરેશ પટેલ (ગણદેવી) ST

(૨) કનુ દેસાઈ (પારડી) બ્રાહ્મણ

(૩) જીતુ ચૌધરી (કપરાડા) ST

(૪) હર્ષ સંઘવી (મજુરા) જૈન

(૫) મુકેશ પટેલ (ઓલપાડ) કોળી પટેલ

(૬)વીનુ મોરડીયા (કતારગામ) પટેલ

સૌરાષ્ટ્ર

(૧) અરવિંદ રૈયાણી (રાજકોટ) પટેલ

(૨) રાદ્યવજી પટેલ જામનગર (પટેલ)

(૩) બ્રિજેશ મેરજા મોરબી (પટેલ)

(૪) દેવા માલમ (કેશોદ) કોળી

(૫) કિરીટસિંહ રાણા (લીંબડી) ક્ષત્રિય

(૬) આર.સી. મકવાણા (મહુવા, ભાવનગર) કોળી

(૭) જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ) પટેલ

મધ્ય ગુજરાત

(૧) જગદીશ પંચાલ (નિકોલ) ઓબીસી

(૨) નિમિષા સુથાર (મોરવા હડફ) ST

(૩) પ્રદિપ પરમાર (અસારવા) SC

(૪) અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાવાદ) ઓબીસી

(૫) કુબેર ડિંડોર (સંતરામપુર) લ્વ્

(૬) મનીષા વકીલૅં (વડોદરા શહેર) SC

(૭) રાજેન્દ્ર ત્રિવેદીઃ(રાવપુરા) બ્રાહ્મણ.(૨૩.૨૪)

તમામ જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા : નવા સભ્યો પૈકી ૫૦% ગ્રેજયુએટ

અમદાવાદઃ તમામ જૂના મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે નવા સભ્યો પૈકી ૫૦% ગ્રેજયુએટ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સલામતી રક્ષકોને સૂચના—'મારો કાફલો નિકળે ત્યારે વધુ સમય સુધી ટ્રાફિક અટકાવવો નહીં ૨૩ ધારાસભ્યોને શપથ વિધિ માટે હાજર રહેવા નિમંત્રણ મળી ચૂકયા છે . (૨૨.૪૪)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સલામતી રક્ષકોને સૂચના : મારો કાફલો નિકળે ત્યારે વધુ સમય સુધી ટ્રાફિક અટકાવવો નહીં : ૨૩ ધારાસભ્યોને શપથ વિધિ માટે હાજર રહેવા નિમંત્રણ મળી ચૂકયા છે

નવા મંત્રીમંડળની યાદી આ મુજબ છે

 હર્ષ સંઘવી, MLA, મજૂરા

 નરેશ પટેલ, MLA, ગણદેવી

 કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી

 અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ

 કનુ દેસાઇ, MLA, પારડી

 ઋષિકેશ પટેલ,MLA, વિસનગર

 બ્રિજેશ મેરજા, MLA, મોરબી

 કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ

 મુકેશ પટેલ, MLA, ઓલપાડ

આર.સી મકવાણાં, MLA, મહુવા

 જીતુ ચૌધરી, MLA, કપરાડા

 રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય

 જીતુ વાઘાણી, MLA, ભાવનગર

 મનીષા વકીલ, MLA, વડોદરા શહેર

 દેવાભાઇ માલમ, MLA, કેશોદ

 જેવી કાકડીયા, MLA, ધારી

 જગદીશ પંચાલ, MLA, નિકોલ

 ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ

 પ્રદિપ પરમાર, MLA, અસારવા

 નિમિષા સુથાર, MLA, મોરવાહડફ

 નિમાબેન આચાર્ય, MLA, ભુજ

 રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા

 કુબેર ડિંડોર, MLA, સંતરામપુર

(4:13 pm IST)