Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

હૈદરાબાદના હુસેન સાગર તળાવમાં પીઓપી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી : આ વર્ષ પૂરતી જ છેલ્લી વખતની મંજૂરી : આવતા વર્ષથી હાઇકોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવી રાજ્ય સરકાર પાસેથી ખાતરી મેળવી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે તેલંગાણા સરકારને 'છેલ્લી તક' તરીકે ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન જ હુસેન સાગર તળાવમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) મૂર્તિઓના વિસર્જનની મંજૂરી આપી છે.

ડિવિઝન બેન્ચે રાજ્યને એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે તળાવમાં પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવામાં આવશે અને આગામી વર્ષથી વિસર્જન માટે હાઇકોર્ટના નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

તેલંગાણા રાજ્ય તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ  મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે કોઈ પ્રદૂષણ ન થાય તે માટે, ક્રેન દ્વારા મૂર્તિઓને તાત્કાલિક ઉપાડી લેવામાં આવશે અને કચરાના વ્યવસ્થાપનનાં નિયમો અનુસાર તેનો નિકાલ કરવામાં આવશે. આ સિવાય આગામી વર્ષથી તળાવનો વિસર્જન માટે ઉપયોગ કરવામાં આવશે નહીં.

સીજેઆઈ એનવી રમના અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ તેલંગાણા હાઈકોર્ટના આદેશને પડકારતી ખાસ રજા અરજીની સુનાવણી કરી રહી હતી.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે કમનસીબે હૈદરાબાદમાં આ એક પુનરાવર્તિત સમસ્યા બની રહી છે. કોર્ટે અનેક નિર્દેશો આપ્યા હોવા છતાં, સરકારે તમામ નિર્દેશોનું પાલન કર્યું નથી અને દર વર્ષે તળાવમાં વિસર્જન થઈ રહ્યું છે જે પ્રદૂષણનું કારણ બની રહ્યું છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:22 pm IST)