Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સમાન મહત્વ અપાયું :મધ્ય ગુજરાતના 5 ધારાસભ્યોને મંત્રીમંડળમાં પ્રતિનિધિ

ઉત્તર ગુજરાત અને અમદાવાદના ત્રણ ત્રણ ધારાસભ્યોને પ્રતિનિધિત્વ અપાયું: જાણો ઝોન વાઈઝ પ્રતિનિધિત્વ

અમદાવાદ : ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ આજે મંત્રીમંડળની રચના બાદ શપથવિધિ સમારોહ યોજાયો હતો. આ મંત્રી મંડળમાં 10 કેબિનેટ મંત્રી તથા 14 રાજયકક્ષાના મંત્રી સહિત 24 જણાંનો સમાવેશ થાય છે. આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ સહિત 25 જણાંની ટીમ બની ગઇ છે. આ ટીમમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને એકસરખું પ્રભુત્વ આપવામાં આવ્યું છે. જયારે મધ્ય ગુજરાતના 5 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાત અને અમદાવાદના ત્રણ ત્રણ ધારાસભ્યોને પ્રતિનિધિત્વ અપાયું છે

ઝોન વાઇસ

સૌરાષ્ટ્ર ઝોન – 07
દક્ષિણ ગુજરાત – 07
મધ્ય ગુજરાત – 05
ઉત્તર ગુજરાત – 03
અમદાવાદ – 2 + 1 ( મુખ્યમંત્રી )

ઉત્તર ગુજરાત

(1) ઋષીકેશ પટેલ ( વિસનગર )
(2) ગજેન્દ્રસિંહ પરમાર ( પ્રાતિંજ )
(3) કીર્તીસીંહ વાઘેલા ( કાંકરેજ )

દક્ષિણ ગુજરાત

(1) નરેશ પટેલ, ( ગણદેવી )
(2) કનુ દેસાઈ, ( પારડી )
(3) જીતુભાઇ ચૌધરી ( કપરાડા )
(4) હર્ષ સંઘવી ( મજુરા )
(5) મુકેશ પટેલ ( ઓલપાડ )
(6) વિનુભાઇ મોરડીયા ( કતાર ગામ )
(7) પૂર્ણેશ મોદી ( સુરત શહેર )

સૌરાષ્ટ્ર

(1) અરવિંદ રૈયાણી ( રાજકોટ )
(2) રાઘવજી પટેલ ( જામનગર ગ્રામ્ય )
(3) બ્રિજેર મેરજા ( મોરબી )
( 4 ) દેવા માલમ ( કેશોદ )
(5) કિરીટસિંહ રાણા ( લીંબડી )
(6 ) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર )
(7 ) જીતુ વાઘાણી ( ભાવનગર વેસ્ટ )

મધ્ય ગુજરાત

(1) રાજેન્દ્ર ત્રિવેદી ( રાવપુરા )
( 2 ) નિમિષાબેન સુથાર ( મોરવા હડફ )
( 3 ) કુબેર ડિંડોર ( સંતરામપુર )
( 4 ) મનીષાબેન વકીલ : ( વડોદરા )
( 5 ) અર્જુનસીંહ ચૈહાણ ( મહેમદાવાદ )

અમદાવાદ

1) ભૂપેન્દ્ર પટેલ ( થલતેજ )
2) જગદીશ પંચાલ ( નિકોલ )
(3) પ્રદિપ પરમાર ( અસારવા )

(7:30 pm IST)