Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

યુપી ચૂંટણી : આપ ની મોટી જાહેરાત :સરકાર બની તો લોકોને દર મહિને આપશે 300 યૂનિટ ફ્રી વિજળી

તમામ ખેડૂતો માટે વિજળી એકદમ મફત આપવામાં આવશે. વિજળીના કેસ અને બિલ માફ થશે

લખનઉ: યૂપીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીને મોટી જાહેરાત કરી છે. આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ  કહ્યું કે જો યૂપીમાં AAP ની સરકાર બનેશે તો 24 કલાકની અંદર દરેક પરિવારને 300 યૂનિટ ફ્રી વિજળી મળવાનું શરૂ થઇ જશે.

લખનઉમાં પત્રકાર પરિષદ કરતાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એ પણ જાહેરાત કરી કે તમામ ખેડૂતોને કૃષિ કાર્યો માટે મફત વિજળી  આપવામાં આવશે. સાથે જ લોકોના જૂના બાકી લેણાને માફ કરવામાં આવશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે આ અમે દિલ્હીમાં કરીને જોયું છે, હવે ઉત્તર પ્રદેશનો વારો છે.

તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતા આ જોઇને આશ્વર્યમાં છે કે દિલ્હીના લોકોને મફતમાં વિજળી કેવી રીતે મળે છે. હવે એ પણ દિલ્હીની માફક યૂપીમાં ફ્રી વિજળી ઇચ્છે છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીને લોકો પાસેથી પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. આ બધુ અરવિંદ કેજરીવાલના ગુડ ગવનેંસનું પરિણામ છે.

 

સિસોદિયા એ કહ્યું 'કેજરીવાલજીનું માનવું છે કે 21મી સદીના ભારતમાં વિજળી લક્સરી નહી મૂળ અધિકારની વસ્તુ છે. પાયાગત જીંદગી માટે વિજળી આપવા માટે સરકારની મૂળ જવાબદારી છે. તમામ ખેડૂતો માટે વિજળી એકદમ મફત આપવામાં આવશે. વિજળીના કેસ અને બિલ માફ થશે.

તેમણે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કથની અને કરનીમાં કોઇ અંતર નથી. દિલ્હીમાં વિજળીનું ઉત્પાદન થતું નથી. તેમછતાં ખરીદી કરીને લોકોને ફ્રીમાં વિજળી આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં તો વિજળીનું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ અહીં ખોટી નીતિઓના લીધે લોકોને મોંઘી વિજળી આપવામાં આવે છે. તેના લીધે તમામ લોકો દર વર્ષે આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે

(9:22 pm IST)