Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બોસે સેલેરી આપવાની આનાકાની થતા ઉશ્કેરાયો કર્મચારી : JCBથી પાંચ ટ્રકોને કચડી નાખ્યા : વિડિઓ ખુબ વાયરલ

સેલેરીની ના પાડતા કોયલાની ખાણમાં કામ કરનારો શખ્સ ભડકી ઉઠ્યો : બોસ કોઈ બીજું નહીં પરંતુ એ શખ્સના કાકા જ હતા

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર આજે મોટા ભાગના લોકો ઘણો સમય વિતાવે છે. હવે તો સોશિયલ મીડિયા પર ઘણા પ્લેટફોર્મ આવી ગયા છે જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ચેટિંગ એપ વોટ્સએપ, શોર્ટ વીડિયો એપ વગેરે. સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા વાયરલ વીડિયો લોકો માટે મનોરંજન પૂરું પડનારા હોય છે તો કેટલીક વખતે આપત્તિજનક વીડિયો હોય છે તો કેટલીક વખતે વાયરલ વીડિયોના કારણે રહસ્યો પરથી પરદા ઉઠી જાય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ JCBથી તબાહી મચાવતો નજરે પડી રહ્યો છે. તેણે એક બાદ એક ઘણી ગાડીઓ બરબાદ કરી નાખી. શખ્સ કોયલાની ખાણમાં કામ કરનારો એક કર્મચારી છે. બોસે સેલેરી આપવાની આનાકાની કર્યા બાદ તેણે આ હરકત કરી હતી. ધ સન યુકેના રિપોર્ટ મુજબ કોયલાની ખાણમાં કામ કરનારો શખ્સ એ સમયે ભડકી ઉઠ્યો જ્યારે તેના બોસે મહિનાની સેલેરી આપવાની ના પાડી દીધી.

એ બોસ કોઈ બીજું નહીં પરંતુ એ શખ્સના કાકા જ હતા. આ વાતથી નારાજ શખ્સ JCBથી પાંચ ટ્રકોને કચડી નાખે છે. રિપોર્ટ મુજબ આ શખ્સનું નામ હાકન એમ છે, જેણે સેલેરી ન મળવા પર ગત મહિને તુર્કીના સિરનાક પ્રાંતમાં ખાણની આસપાસ તબાહી મચાવી દીધી હતી. હાકને JCBથી ઘણા ટ્રકોને કચડી નાખ્યા હતા. તો પાસે ઊભા રહેલા અન્ય કર્મચારી પોતાના સાથીની આ હરકત જોઈને હેરાન રહી જાય છે. સ્થાનિક વેબસાઇટ કોન્હાબર મુજબ હાકનના સહયોગીએ જલદી જ હસ્તક્ષેપ કર્યો અને તેને JCBમાંથી બહાર કાઢ્યો.

ઘણી વખતે મનાવ્યા બાદ હાકન માની ગયો પરંતુ ત્યાં સુધી તેણે ઘણા ટ્રકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એખ શખ્સ JCB ટ્રક અને ડમ્પરને એક શખ્સ JCBમાં બેસીને તોડતો નજરે પડી રહ્યો છે. તેણે એક બાદ એક ઘણી ગાડીઓને કચડી નાખી. કહેવામાં આવ્યું કે સેલેરી ન મળવા પર કર્મચારીએ આ તબાહી મચાવી. વીડિયોને ટ્વીટ કરીને @ CrexyFunnyVidzz નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

(11:11 pm IST)