Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડન નવો ઇતિહાસ રચશે : વાઇસ પ્રેસિડન્ટ તરીકે મહિલાની પસંદગી કર્યા બાદ હવે રક્ષા મંત્રી તરીકે પણ મહિલાની પસંદગીની તૈયારી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડન નવો ઇતિહાસ રચવાની તૈયારીમાં છે.તેમણે વાઇસ પ્રેસિડન્ટ તરીકે  તરીકે સૌપ્રથમવાર ભારતીય મૂળના સુશ્રી કમલા હેરિસની પસંદગી કર્યા બાદ હવે તેઓ દેશના રક્ષા મંત્રી તરીકે પણ એક મહિલાની પસંદગી કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.

આ મહિલા તરીકે મિશેલ ફ્લોરનોય નું નામ ચર્ચામાં છે.તેઓ 1990 ની સાલથી ડેમોક્રેટિક અગ્રણી તરીકે કાર્યરત છે.જો ગઈ ટર્મમાં હિલેરી ક્લિન્ટન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હોત તો મિશેલ ફ્લોરનોયનું સ્થાન મિનિસ્ટ્રીમાં નક્કી હતું . હવે આ ટર્મમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા હોવાથી તેઓ મિનિસ્ટ્રીમાં સ્થાન મેળવી શકે છે.જે અંતર્ગત તેમને દેશના રક્ષા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ શકે છે.જો તેવું થાય તો અમેરિકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર એક મહિલા રક્ષા મંત્રી હોવાના વિક્રમનું સર્જન થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:01 pm IST)