Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પુત્રીની 27મીએ સગાઈ:મહેમાનોને કોરોના ટેસ્ટ કરાવવા તાકીદ

સગાઈના એક દિવસ પહેલા મહેમાનોએ તેમનો કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ બિલાવલ હાઉસને મોકલવો પડશે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પુત્રી બખ્તવાર ભુટ્ટો ઝરદારીની 27 નવેમ્બરે સગાઈ થવા જઈ રહી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીની સગાઈ અમેરિકાના બિઝનેસમેન યુનુસ ચૌધરીના પુત્ર મહમૂદ ચૌધરી સાથે થવાની છે.

પાકિસ્તાનમાં આ ખાસ પ્રસંગ માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. લોકોને મોકલવામાં આવેલા આમંત્રણ કાર્ડમાં ખાસ જણાવવામાં આવ્યું છે જે, સગાઈના એક દિવસ પહેલા મહેમાનોએ તેમનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવો પડશે અને તેમનો રિપોર્ટ બિલાવલ હાઉસને મોકલવો પડશે.

એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યું હતું કે, સ્થળ પર કોરોનાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે. કોરોના રિપોર્ટ નેગેટિવ થયા પછી જ મહેમાનોને સગાઈસમારંભમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં, મહેમાનોને આ કાર્યક્રમમાં કોઈ પણ ફોટો લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમને સ્થળની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના મીડિયા સેલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ જાહેરાત કરી છે કે તેઓ અને શહીદ બેનઝીર ભુટ્ટોની દીકરી બખ્તાવર ભુટ્ટો ઝરદારી 27 નવેમ્બરે મહમૂદ ચૌધરી સગાઈથી જોડાશે. મહમૂદ ચૌધરી અમેરિકાના બિઝનેસમેન યુનુસ ચૌધરીનો પુત્ર છે. તેનો આખો પરિવાર અમેરિકામાં રહે છે

(12:00 am IST)