Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રાજસ્થાનના દૌસામાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો : જોરદાર પવન સાથે ભારે વરસાદ : કરા પણ પડ્યા

વરસાદના કારણે રવિ પાકના ચારેય પાકને ફાયદો થશે.

રાજસ્થાનના દૌસામાં રવિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જ્યાં જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. આ દરમિયાન કરા પણ પડ્યા હતા. દૌસા જિલ્લાની મુખ્ય કચેરી સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. આ બાજૂ કરા અને વરસાદના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા, તવરસાદ આખરે આવી જતાં ખેડૂતો ખુશ થયા છે. તેથી રવિ પાક જેવા કે, ચણા, ઘઉં, સરસવ જેવા પાકને ઘણો ફાયદો થઈ શકે છે.

   આ વરસાદના કારણે રવિ પાકના ચારેય પાકને ફાયદો થશે. સાથે જ લોકો ખેતરોમાં વાવણી કરી રહ્યા છે, અથવા તો પાળા બાંધી રહ્યા છે, તેમને પણ ફાયદો થશે.

દૌસા જિલ્લો ડાર્ક ઝોનમાં છે. અહીં મોટા ભાગના વિસ્તારમાં ભૂજળ નથી. ત્યારે આવા સમયે મોટા ભાગે ખેડૂતો વરસાદ પર નિર્ભર રહેતા હોય છે. આ વર્ષે પણ માવઠુ થતાં ખેડૂતોને ફાયદો થવાના વર્તારો દેખાઈ રહ્યો છે

(12:00 am IST)