Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ચીને હજારો કી,મી, દુર દરિયામાં એરક્રાફ્ટ કેરિયરને ખતમ કરી શકે તેવી મહા વિનાશક મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યું

ચીનનુ પરિક્ષણ અમેરિકા માટે ચેતવણી સમાન ભારત માટે પણ ટેન્શન આપનારુ છે

ચીને હજારો કિલોમીટર દુર દરિયામાં એરક્રાફ્ટ કેરિયરને ખતમ કરી શકતા મહા વિનાશક મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યુ છે.

એક તરફ અમેરિકાના એર ક્રાફ્ટ કેરિયર સાઉથ ચાઈના સીમાં અવાર નવાર જોવા મળતા હોય છે ત્યારે ચીનનુ પરિક્ષણ અમેરિકા માટે ચેતવણી સમાન છે તો ભારત માટે પણ ટેન્શન આપનારુ છે.

આમ તો ચીને આ પરિક્ષણ ઓગસ્ટ મહિનામાં કર્યુ હતુ પણ તેની જાણકારી હાલમાં જ સાર્વજનક કરવામાં આવી છે.ચીનના સૈન્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે ડીએફ-26 બી અને ડીએફ-21 ડી પ્રકારના બે મિસાઈલને લોન્ચ કરવામાં આવ્યા હતા અને તેમણે સાઉથ ચાઈના સીમાં પરાસેલ ટાપુ નજીક એક જહાજ પર સટીક રીતે નિશા સાધીને તેને બરબાદ કરી નાંખ્યુ હતુ.મિસાઈલનુ લોન્ચિંગ હજારો કિલોમીટર દુરથી કરાયુ હતુ.

આ મિસાઈલને ચીન કેરિયર કિલર તરીકે ઓળખાવે છે અને તેને ખાસ અમેરિકાના વિશાળ એર ક્રાફ્ટ કેરિયરને દ્યાનમાં રાખીને બનાવાયા હોવાનુ કહેવાઈ રહ્યુ છે.અમેરિકાએ જોકે પહેલા પણ ધમકી આપેલી છે કે, અમેરિકાના કોઈ પણ એરક્રાફ્ટ કેરિયરને ચીન ટાર્ગેટ કરશે તો તેના ગંભીર પરિણામ ચીને ભોગવવા પડશે.

(12:00 am IST)