Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ગઠબંધનમાં ધમાસાણ :આરજેડી નેતાએ બિહાર ચૂંટણીમાં પરાજય માટે રાહુલ અને પ્રિયંકા ગાંધીને જવાબદાર ઠેરવ્યા

રાહુલ ગાંધી શિમલામાં અને પ્રિયંકા ઘરમાં પિકનિક મનાવી રહ્યા હતા. શું આ રીતે પાર્ટી ચલાવવામાં આવે છે ?

બિહારમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાગઠબંધનમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. તેજસ્વી યાદવની પાર્ટીના નેતા હવે ખુલીને રાહુલ ગાંધી પર હારનું ઠીકરું ફોડી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે. રવિવારે શિવાનંદ તિવારેએ કહ્યું કે કોંગ્રેસ બોઝ બની ગઈ હતી

તિવારીએ કહ્યું કે કોંગ્રેસે 70 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા પણ 70 રેલીઓ પણ ન કરી, રાહુલ ગાંધી માત્ર ત્રણ જ દિવસ આવ્યા અને પ્રિયંકા ગાંધી તો આવ્યા પણ નહીં, કોંગ્રેસે ખોટું કર્યું.

શિવાનંદે વધુમાં કહ્યું કે બિહાર જ નહીં અન્ય રાજ્યોમાં પણ અન્ય રાજ્યોમાં કોંગ્રેસનું ફોકસ માત્ર વધારે સીટો પર ઉમેદાવાર ઉતારવાનું જ રહે પરંતુ જીતવામાં નાકામ રહે છે. તેના પર વિચાર કરવો જોઈએ.

તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર થઇ રહ્યો હતો ત્યારે રાહુલ ગાંધી શિમલામાં અને પ્રિયંકા ઘરમાં પિકનિક મનાવી રહ્યા હતા. શું આ રીતે પાર્ટી ચલાવવામાં આવે છે ? કોંગ્રેસનું આ વલણ ભાજપને ફાયદો પહોંચાડી રહ્યું છે.

નોંધનીય છે કે બિહારમાં તેજસ્વી યાદવની પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે પરંતુ કોંગ્રેસ વધુ બેઠકો જીતવામાં અસફળ રહી જેના કારણે મહાગઠબંધન જીતી ન શક્યું. હવે બધા નેતાઓ ખુલીને સામે આવી રહ્યા છે અને કોંગ્રેસ પર જ હારનું ઠીકરું ફોડી રહ્યા છે.

(12:00 am IST)