Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ભારતીય અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતા સારી રિકવરી:ઓક્સફર્ડ ઇકોનોમિક્સ

RBI પણ તેના સુધારાના કાર્યક્રમો અટકાવી શકે

અમેરિકાની ગ્લોબલ ફોર કાસ્ટિંગ ફર્મ ઓક્સફર્ડ ઇકોનોમિક્સે ભારતીય અર્થવ્યવસ્થામાં અપેક્ષા કરતા સારી રિકવરીનું અનુમાન વ્યક્ત કર્યું છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સે કહ્યું છે કે ડિસેમ્બરમાં નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય દર હોલ્ડ રાખી શકે છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીના ઘટાડામાં 8.6 ટકાનો અંદાજ મૂક્યો છે. સતત બે ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડા સાથે દેશ મંદીના ચક્રમાં ફસાયો છે. કોવિડ -19 રોગચાળા અને લોકડાઉનને કારણે GDP પ્રથમ ક્વાર્ટરમાં 23.9% ઘટ્યો હતો

    ઓક્સફર્ડ ઇકોનોમિક્સ કહે છે કે આર્થિક પ્રવૃત્તિઓમાં થયેલા સુધારણાને લગતા ડેટાના આધારે એમ કહી શકાય કે ભારતીય અર્થતંત્ર અપેક્ષા કરતા ઝડપથી સુધરશે. ફર્મનું કહેવું છે કે ઝડપી સુધારણા થવાની સંભાવનાને કારણે RBI પણ તેના સુધારાના કાર્યક્રમો અટકાવી શકે છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સ વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં મોંઘવારી દર 6% કરતા વધુ હોવાનો અંદાજ છે. ઓઇલ સિવાય અન્ય તમામ કેટેગરીમાં કિંમતોમાં વધારો થવાને કારણે ઓક્ટોબરમાં ભાવ પૂર્વ-કોવિડ -19 સ્તર પર પહોંચી ગયા હતા. જો કે ચોથા ક્વાર્ટરમાં મોંઘવારી ટોચ પર પહોંચી શકે છે

(12:00 pm IST)