Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

સુશીલ મોદીની રવાનગી!!

બિહારમાં નિતિશના હાથ નીચે ભાજપના બે નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીને રામવિલાસ પાસવાનની બેઠક ઉપરથી રાજ્યસભા મોકલાશે

બિહારમાં નવી સરકારનો શપથગ્રહણ સમારંભ સોમવાર સાંજે યોજાશે પણ ડેપ્યુટી સીઍમના નામને લઈને ત્યાં હજૂ પણ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જા કે, સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ જાઈઍ તો, બિહારમાં સુશીલ મોદીની જગ્યાઍ આ વખતે બે ડેપ્યુટી સીઍમ બની શકે છે. જયાં બે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે.

સૂત્રો દ્વારા મળેલી વિગતો મુજબ ભાજપે રેણુ દેવી અને તારકિશોર ­સાદને ડેપ્યુટી સીઍમની જવાબદારી સોંપી શકે છે. આ સાથે જ સુશીલ કુમાર મોદીને દિલ્હી મોકલી દેવામાં આવશે. તેમને રામવિલાસ પાસવાન વાળી સીટ પરથી રાજયસભામાં મોકલી શકે છે. સુશીલ મોદીઍ તેમના ટ્વીટર અકાઉન્ટ પરથી ઍક ટ્વીટ પણ કર્યુ છે. જે બાદ ઍ નક્કી થઈ ગયુ છે કે, તેઓ હવે નાયબ મુખ્યમંત્રીનું પદ છોડી શકે છે.

 કટિહારથી ચૂંટાયેલા તારકિશોરને ધારાસભ્ય દલના નેતા તરીકે પસંદ કરવામા આવ્યા છે. જયારે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારી રહી ચુકેલા રેણુ દેવીને આ વખતે ધારાસભ્ય દલના ઉપનેતાનું પદ આપવામાં આવ્યુ છે.

સુશીલ મોદી માટે ચિંતાભર્યો દિવસ રહ્ના

બિહારમાં ડેપ્યુટી સીઍમના નામને લઈને ત્યાં કોકડૂ ગૂંચવાયું છે. શપથગ્રહણની તારીખ અને સમય નક્કી થઈ ગયો હોવા છતાં પણ ભાજપ નેતાઓની બેઠક ચાલુ છે. આ અગાઉ ખબર આવી રહી હતી કે, સુશીલ મોદી ફરી ઍક વાર બિહારના ડેપ્યુટી સીઍમ બની શકે છે. પણ રાજયપાલ સાથે મુલાકાત કર્યા બાદ નીતિશ કુમારે કહેલી વાતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્ના છે. આ બાજૂ તારકિશોર ­સાદને ભાજપના વિધાનમંડળના નેતા અને રેણુ દેવીને ઉપનેતા તરીકે પસંદ કરી લેવામાં આવ્યા છે. જયારે આ નેતાઓને સુશીલ મોદીઍ પણ શુભકામનાઓ આપી છે.

નાયબ મુખ્યમંત્રીના પદને લઈને કોકડૂ ગૂંચવાયુ

નીતિશ કુમારે પત્રકારો સાથેની વાતમાં પૂછવામાં આવ્યુ કે, શું આવતીકાલે સુશીલ મોદી પણ શપથ લેશે ? તો તેમણે કહ્ના હતું કે, તેના વિશે થોડીવારમાં જાહેરાત થઈ જશે. જા કે, આ માટે સવારથી ખબર આવી રહી છે કે, સુશીલ મોદી ડેપ્યુટી મુખ્યમંત્રી બનવાના છે.

રાજનાથે સ્પષ્ટતા ન કરી

ત્યારે આ બાબતને લઈને કેન્દ્રમાંથી આવેલા ઍડવાઈઝર રાજનાથ સિંહે પણ નાયબ મુખ્યમંત્રીના પદને લઈને કોઈ સ્પષ્ટતા કરી નહોતી. પટનામાં રાજનાથ સિંહે જયારે કહ્ના કે, ડેપ્યુટી સીઍમ માટે જયારે નિર્ણય લેવામાં આવશે, ત્યારે સૌને જાણ કરવામાં આવશે. રાજનાથ સિંહે જયારે આ વાત કરી ત્યારે સુશીલ મોદી તેમની બાજૂમાં જ ઉભા હતા. પત્રકારોઍ રાજનાથ સિંહને ઘણીવાર આ વાત કહી પણ, રાજનાથ સિંહ ગોળગોળ જવાબ આપતા રહ્ના, પણ ચિત્ર સ્પષ્ટ કર્યું નહીં.

કાલ સાંજે ૪.૩૦ કલાકે લેશે શપથ

નીતિશ કુમાર આવતીકાલે સાંજે ૪.૩૦ કલાકે સાતમીવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજયપાલ ફાગૂ ચૌહાણને મળ્યા બાદ શપથગ્રહણ સમારંભ માટે સોમવારનો સમય અને ૪.૩૦ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

ચાર દાયકાથી બિહારમાં દબદબો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છેલ્લા ચાર દાયકાથી બિહારની રાજનીતિમાં કેન્દ્રબિંદુ બનેલા છે. નીતિશ કુમારે મુખ્યમંત્રી રહેતા બિહારમાં દારૂબંધી જેવો મોટો નિર્ણય પણ લીધો છે. રાજકારણની શરૂઆત તેમણે લાલૂ ­સાદ યાદવ સાથે રહીને કરી પણ ૨૦૦૯માં તેઓ ભાજપની સાથે આવી ગયા. ૨૦૧૫માં આરજેડી સાથે મળીને સરકાર બનાવી ચુક્યા છે. જા કે, દોઢ વર્ષમાં મોહભંગ થતાં ફરી ભાજપની સાથે આવી ગયા.

ક્યારે ક્યારે બન્યા મુખ્યમંત્રી

૧૯૮૫માં પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નીતિશ કુમાર ૬ વાર મુખ્યમંત્રી બન્યા છે. આ તેમનો ૭મો કાર્યકાળ હશે. પહેલી વાર વર્ષ ૨૦૦૦માં ૩ થી ૧૦ માર્ચ સુધી તેઓ સાત દિવસમાં મુખ્યમંત્રી બન્યા હતા. બીજા વાર તેઓ ૨૪ નવેમ્બર ૨૦૦૫ થી  ૨૪ નવેમ્બર ૨૦૧૦ સુધી મુખ્યમંત્રી રહ્ના. ત્રીજી વાર તેઓ ૨૬ નવેમ્બર ૨૦૧૦ સુધી  ૧૭ મે ૨૦૧૪ સુધી રાજયના મુખ્યમંત્રી રહ્ના. ચોથી વાર તેઍ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫થી ૧૯ નવેમ્બર ૨૦૧૫ સુધી સરકારમાં રહ્ના. પાંચમી વાર તેઓ ૨૦ નવેમ્બર ૨૦૧૫થી ૨૬ નવેમ્બર ૨૦૧૭ સુધી અને ૨૭ જૂલાઈ ૨૦૧૭થી અત્યાર સુધી કાર્યકાળમાં રહ્ના. હવે તેઓ સાતમી વાર મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથ લેશે.

(1:03 pm IST)