Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

સંક્રમણ જ નહીં મૃત્યુના આંકડા પણ તેજીથી વધવા લાગ્યા

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારતના રાજયોમાં કોરોના સંક્રમણ વધી ગયુ છે. માત્ર સંક્રમણ નહીં મૃત્યુના કિસ્સામાં પણ નોધપાત્ર વધારો થવા લાગ્યાના અહેવાલો મળે છે.

રાજધાની દિલ્હીમાં છેલ્લા ૧૦ દિવસમાં ૭૮૦ કોરોના સંક્રમિતોના મોત થયા છે. આ શહેર મહારાષ્ટ્ર પછી બીજા નંબર પર આવે છે. મહારાષ્ટ્રમાં ૧૫૫૪ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ઍજ રીતે હીમાચલ અને હરીયાણામાં પણ મૃત્યુ આંક વધવા લાગ્યો છે. પંજાબ અને ઉત્તરાખંડમાં પણ છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ વધી ગયા છે. પંજાબ અને છત્તીસગઢ પણ આ બાબતમાં જરાય પાછળ નથી. ત્યાં પણ કોરોના સંક્રમણ અને મોતના આંકડા વધવા લાગ્યા છે. પહેલા જયાં ૧૦ દિવસમાં મૃત્યુ આંક ૧૧૧૩ નોîધાતો હતો, ત્યાં હવે આ આંકડો ૧૫૫૪ થઇ ચુકયો છે. જે ચિંતા કરાવે તેવી વાત છે.

(1:18 pm IST)