Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

દિવાળી પર કાચબાનો કારોબાર વધી ગયો

સરકારે પ્રતિબંધ મુકયો હોવા છતા થતુ બેરોકટોક વેîચાણ : અંધશ્રધ્ધા કારણરૂપ

કલકતા : દિવાળી નજીક આવતાની સાથે જ સર્વત્ર કાચબાઓની બજારમાં તેજી આવવા લાગે છે. ઍવી માન્યતા હોય છે કે દિવાળી પર કાચબાની ખરીદી કરવાથી આખુ વર્ષ સમૃધ્ધિભર્યુ બની રહે છે.

આમ તો આ પ્રતિબંધિત જીવ છે. છતાય દિવાળીના દિવસોમાં તેનો કારોબાર ભરપુર ફુલ્યો ફાલ્યો હતો. આ કારોબાર બંધ બારણે ચાલતો હોય છે. દેશમાં જ નહીં વિદેશની બજારોમાં પણ કાચબાની ખરીદી મોટા પ્રમાણમાં થઇ હતી. ખાસ કરીને ચીન, થાઇલેન્ડ, સીંગાપોર જેવા દેશોમાં કાચબાની બજાર ખુબ ચાલે છે.

આપણે ત્યાંની વાત કરીઍ તો ઇન્ડો ગંગાના મેદાની વિસ્તારો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઉતરાખંડ, પડ્ઢિમ બંગાળ, ઓરીસ્સા, છત્તીસગઢ સહીતના વિસ્તારોમાં કાચબાની લે-વેîચ મોટા પ્રમાણમાં થાય છે.

દુર્લભ ગણાતી કાચબાની પ્રજાતિને બચાવવા અને આવી અંધશ્રધ્ધામાંથી લોકોને બહાર આવવા સરકાર વર્ષોથી પ્રયાસો કરતી રહી છે. કાચબાના કારોબાર પર પ્રતિબંધ લગાવી દીધો હોવા છતા કાચબાની તસ્કરી ચાલુ જ રહી છે. સામાન્ય દિવસો કરતા દિવાળીના દિવસોમાં તેની બહુ માંગ રહે છે. કાચબાની તસ્કરી કરનારાઓ દિવાળીના દિવસોમાં દસ દસ ગણા ભાવ વસુલી ખુબ મોટો નફો રળી લ્યે છે.

(2:30 pm IST)