Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ઈજિપ્તના અસવાનમાં અચાનક વીંછીઓનો હુમલો :ત્રણ લોકોના મોત : 500 લોકો હોસ્પિટલમાં દાખલ

તોફાન, ભારે વરસાદ અને પૂરના કારણે વીંછી જમીનની નીચે નીકળીને રસ્તા, ઘર, ઓફિસ, બજાર, પર્યટન સ્થળ પર ફેલાઈ ગયા

ઈજિપ્તના અસવાન શહેરમાં આવેલા એક તોફાન પછી એકાએક વીંછીઓનો ઝૂંડ શહેરમાં આવી ગયો હતો. અચાનક ઉમટેલા વીંછીએ 500થી વધારે લોકોને ડંખ માર્યા હતા.

વીંછીના હુમલામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે. વીંછીથી લોકોમાં ભય વધી ગયો છે. લોકો પોતાને અને પરિવારને બચાવવા માટે દરેક સંભવ ઉપાય શોધવામાં લાગ્યા છે. તોફાન, ભારે વરસાદ અને પૂરના કારણે વીંછી જમીનની નીચે નીકળીને રસ્તા, ઘર, ઓફિસ, બજાર, પર્યટન સ્થળ પર ફેલાઈ ગયા છે.

વીંછીના ડંખના કારણે 80થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે. વીંછીનો વધારે હુમલો ગ્રામીણ વિસ્તારમાં થયો છે. આ વિસ્તારમાં એક વધુ ડર સાંપના ડંખવાનો પણ છે. જોકે હજુ સુધી સાંપના ડંખવાનો કોઈ કેસ સામે આવ્યો નથી.

આ મામલાને લઈને સ્થાનિક પર્યાવરણ વિશેષજ્ઞોનુ માનવુ છે કે આ શુષ્ક વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષમાં અચાનક તોફાન અને વરસાદ થવા લાગ્યો છે. તેથી વીંછી અને ઝેરી જીવ-જંતુઓ જમીનમાંથી બહાર આવી રહ્યાં છે.

(9:39 am IST)