Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

હિંદુ મિત્ર દ્વારા અંતિમ સંસ્કાર કરવા વસીમ રિઝવીની ઈચ્છા

શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના પૂર્વ અધ્યક્ષનું વસિયતનામું : મહંત નરસિમ્હા નંદ સરસ્વતી તેમની ચિતાને અગ્નિ આપે, મુસલમાનો દ્વારા રિઝવીની હત્યા કરવાનું ષડયંત્ર

નવી દિલ્હી, તા.૧૫ : શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ એલાન કર્યુ છે કે મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. માટે તેમણે વસિયતનામુ પણ તૈયાર કરી લીધુ છે. તેમણે એક વીડિયો જારી કરી જણાવ્યુ કે મૃત્યુ બાદ તેમનુ શરીર હિંદુ મિત્રને સોંપવામાં આવે અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમણે કહ્યુ કે ડાસના મંદિરના મહંત નરસિમ્હા નંદ સરસ્વતી તેમની ચિતાને અગ્નિ આપે. રિઝવીએ પણ આરોપ લગાવ્યો કે મુસલમાન તેમની હત્યા કરવાનુ અને ગરદન કાપવાનુ ષડયંત્ર રચી રહ્યા છે.

વસીમ રિઝવીએ પોતાના વીડિયોમાં કહ્યુ, હિંદુસ્તાન અને હિંદુસ્તાનની બહાર મારી હત્યા કરવા અને ગરદન કાપવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. મારી પર ઈનામ રાખવામાં આવી રહ્યુ છે. મારો ગુનો એટલો છે કે મેં ૨૬ કલમને સુપ્રીમ કોર્ટમાં પડકારી, જે માણસાઈના પ્રત્યે નફરત ફેલાવે છે. હવે મુસલમાન મને મારી નાખવા ઈચ્છે છે અને એલાન કર્યુ છે કે મને કોઈ કબ્રસ્તાનમાં સ્થાન મળશે નહીં.

તેમણે આગળ કહ્યુ, મારા મર્યા બાદ શાંતિ બની રહે, તેથી મે એક વસિયતનામુ લખ્યુ છે કે જે મારુ શરીર છે. તે મારા હિંદુ મિત્ર છે, તેમને લખનૌમાં આપવામાં આવે અને ચિતા બનાવીને મારા અંતિમ સંસ્કાર કરવામાં આવે તેમજ ચિતામાં અગ્નિ અમારા યતિ નરસિમ્હા નંદ સરસ્વતી જી આપશે, મેં તેમને અધિકૃત કર્યા છે.

વસીમ રિઝવીએ કુરાનથી ૨૬ કલમ હટાવવાની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જે બાદથી રિઝવી મુસ્લિમ સંગઠન અને મુસ્લિમ સમુદાયના નિશાને છે. મુસ્લિમ સંગઠન તેમની ધરપકડની પણ માગ કરી રહ્યા છે. એટલુ નહીં, મુસ્લિમ સંગઠનનુ પણ કહેવુ છે કે રિઝવીનુ ઈસ્લામ અને શિયા સમુદાય સાથે કંઈ લેવા-દેવા નથી. મુસ્લિમ સંગઠન રિઝવીને ચરમપંથી અને મુસ્લિમ વિરોધી સંગઠનનો એજન્ટ ગણાવે છે.

(12:00 am IST)