Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

દેશમાં ક્રિપ્ટોકરન્સી પર નહિ લાગે પ્રતિબંધ : સંસદીય પેનલની બેઠકમાં રેગુલટ કરવાને મામલે થઇ ચર્ચા

ક્રિપ્ટો કરન્સી તેમજ બ્લોકચૈન ટેક્નોલોજીને પૂરી રીતે પાબંધી નવી આવે : સંસદીય સ્થાઈ સમિતિએ ક્રિપ્ટો એક્સચેન્જ, ઉદ્યોગ નિકાસ પર ચર્ચા કરી

નવી દિલ્હી :  ક્રિપ્ટોકરન્સીને લઈને સંસદીય પેનલની આજે બેઠક યોજાઈ હતી. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે ક્રિપ્ટો કરન્સી તેમજ બ્લોકચૈન ટેક્નોલોજીને પૂરી રીતે બૈન કરવામાં નહી આવે. સાથેજ તેને યોગ્ય રીતે રેગુલેટ કરવાને લઈને પણ ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં સંસદીય સ્થાઈ સમિતિએ ક્રિપ્ટો એક્સચેન્જ, ઉદ્યોગ નિકાસ પર ચર્ચા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીમાં વધતા રોકાણને લઈને જોખમોની સાથે સાથે અન્ય ખતરા પણ પૈદા થયા છે. જેને લઈને ક્રિપ્ટોકરન્સી ચર્ચાનું કેન્દ્ર બની છે અને આજે તેને લઈને સંસદિય બેઠક યોજાઈ હતી. 

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવા માટે એક નિયમનકારી પદ્ધતિની સ્થાપના કરવાને લઈને ચર્ચા થઈ હતી. જોકે આ મામલે કોના હાથમાં સત્તા આપવામાં આવશે તેને લઈને કોઈ માહિતી સ્પષ્ટ નથી થઈ. સાસંદોએ રોકાણકારોના રૂપિયાની ચિંતા વ્યક્ત કરી હતી. 

સમાચાર પત્રોમાં ક્રિપ્ટોકરન્સીને લઈને જે જાહેરાતો કરવામાં આવી રહી છે. તેને લઈને પણ સાવાલો ઉઠ્યા હતા. સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે ક્રિપ્ટોકરન્સીને લઈને જે ચિંતા છે તેના માટે એક સરકારી અધિકારીનો પેનલમાં શામેલ થાય. જોકે કયા સરકારી અધિકારીઓ પેનલમાં શામેલ થશે તે વિશે કોઈ ચોક્કસ માહિતી હજુ સામે નથી આવી

ક્રિપ્ટોકરન્સીને લઈને મોદી સકકાર પણ હરકતમાં છે ગત 13 નવેમ્બરે PM મોદીની અધ્યક્ષતામાં આ મામલે બેઠક થી હતી. જેમા વિશ્વભરના દેશોના વિશેષજ્ઞો મામલે આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યુંછે કે ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે જે સંસદમાં શિયાળુંસત્ર સમયે લોકો સમક્ષ મુકવામાં આવશે

(12:00 am IST)