Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વિદ્યાર્થિની પર બળાત્કારના આરોપી કોલેજ લેક્ચરરને ફરીથી નોકરીમાં લેવાના કેરાળા હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર : આરોપી પરણિત હતો તેમછતાં વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા : સંચાલકોની મંજૂરી વિના પાંચ વર્ષ સુધી કોલેજમાંથી વિના પગારે રજા ઉપર હતો : કોલેજની છબી ખરાબ કરી છે : કેરળ હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સ્ટે


ન્યુદિલ્હી : સર્વોચ્ચ અદાલતે કેરળ હાઈકોર્ટના એક આદેશ પર રોક લગાવી છે જેમાં બળાત્કારના આરોપી કૉલેજ લેક્ચરરને ફરીથી નોકરીમાં લેવાનો આદેશ કરાયો હતો. જેણે પીડિતા સાથે લગ્ન કર્યા હતા
જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ હૃષિકેશ રોયની બેંચે કેરળ હાઈકોર્ટના આદેશને પડકારતી અંસાર અરેબિક કોલેજના મેનેજર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આરોપીને નોટિસ જારી કરી હતી.

પહેલાથી જ પરિણીત લેક્ચરર પર વિદ્યાર્થિની પર બળાત્કારનો આરોપ હતો. ત્યારબાદ તેણે તે વિદ્યાર્થી સાથે બીજા લગ્ન કર્યા હતા. કેરળ હાઈકોર્ટ દ્વારા તેની સામે બળાત્કારનો કેસ એ આધાર પર રદ કરવામાં આવ્યો હતો કે તેણે પીડિતા સાથે લગ્ન કર્યા હતા.

દરમિયાન, કોલેજના મેનેજમેન્ટે તેની સામે બળાત્કારના આરોપો, કોલેજની છબી ખરડાવવા અને સરકારની પરવાનગી વિના બીજા લગ્ન કરવા સહિતના આરોપો હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઉપરાંત, એવો પણ આરોપ હતો કે તેણે વિદેશમાં નોકરી મેળવવા માટે 2 જૂન, 2011 થી પાંચ વર્ષ માટે ભથ્થા વિના રજા માટે અરજી કરી હતી અને સંબંધિત અધિકારીઓની પરવાનગી લીધા વિના રજા પર પ્રવેશ કર્યો હતો.

નામદાર કોર્ટે લેક્ચરરનો જવાબ માંગતી વખતે પુનઃસ્થાપનના આદેશ પર સ્ટે આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:37 pm IST)