Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ખાતામાં પૈસા જમા કરાવવા માટે નહિ ઉભું રહેવું પડે લાઈનમાં : ઘરે આવી નાણા લઇ જશે બેન્ક

નવી દિલ્હી, તા.૧૬: દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક 'પંજાબ નેશનલ બેન્ક' પોતાના ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખતા સમય-સમય પર નવી સેવાઓની શરૂઆત કરતી રહે છે. આજ સિલસિલામાં બેંકે પોતાના ગ્રાહકો માટે ડોર સ્ટેપ બેન્કિંગ સેવાની શરૂઆત કરી છે. આ સેવા હેઠળ ભ્ફગ્ પોતાના ગ્રાહકોને એવી દ્યણી સેવાઓ પર ડોરસ્ટેપ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે, જેના માટે એમણે બેન્કની શાખામાં જઈ લાંબી લાઈનોમાં લાગવાની જરૂરત નહિ પડે.

PNBની અધિકૃત વેબસાઈટ અનુસાર, 'બેંક તેના ગ્રાહકોને (વ્યકિતગત/કોર્પોરેટ) તેમના પરિસર/ઓફિસમાંથી જયાં યોગ્ય KYC પ્રક્રિયાઓ અનુસરવામાં આવી રહી છે ત્યાંથી રોકડ ખસેડવા માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવા પૂરી પાડી રહી છે. આ માટે, ગ્રાહકોએ માત્ર એનરોલમેન્ટ ફોર્મ ભરવું પડશે અને આ સુવિધાનો લાભ લેવા માટે બેંક સાથે કરાર કરવો પડશે. આ સુવિધા હેઠળ બેંક તેના સામાન્ય કામકાજના કલાકો દરમિયાન જ રોકડ લાવવાનું કામ કરશે. આ ઉપરાંત રોકડ સાથે ચેક લાવવાની સુવિધા પણ આપવામાં આવશે.

બેંક કર્મચારીને કેવી રીતે કોલ કરવો

રોકડ વિતરણ માટે, ગ્રાહકોએ ફોન અથવા ફેકસ દ્વારા તેમની શાખાનો સંપર્ક કરવો પડશે. જે બાદ બેંકના પ્રતિનિધિ ગ્રાહકના ઘર અથવા ઓફિસની મુલાકાત લેશે. બેંકે તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે બેંકના પ્રતિનિધિ ગ્રાહકના ઘર અથવા ઓફિસમાંથી રોકડ મેળવવા માટે રોજેરોજ મુલાકાત લે છે. નોંધનીય છે કે જે ગ્રાહક તેના SF/CA ખાતામાં જરૂરી બેલેન્સ જાળવવા માટે સંમત થાય છે તેને રોકડ પિક-અપ ચાર્જમાંથી મુકિત આપવામાં આવે છે અન્યથા તેણે સેવા માટે ચૂકવણી કરવી પડશે.

બેંકની સ્કીમથી ગ્રાહકોને શું ફાયદો થશે

 રોકડ જમા કરાવવા માટે શાખાની મુલાકાત લેવાની જરૂર નથી.

 આ સેવા સંપૂર્ણપણે સુરક્ષિત અને વીમા વાળી હશે.

 રોકડ સમયસર ઉપાડવું.

 સેવા માટે ઓછામાં ઓછો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.

ગ્રાહકો માટે ૨૫ લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય યોજના

પંજાબ નેશનલ બેંક પણ તેના ગ્રાહકો માટે ૨૫ લાખ રૂપિયા સુધીની નાણાકીય મદદની યોજના લઈને આવી છે. PNBએ આ નાણાકીય મદદને PNB તત્કાલ યોજના નામ આપ્યું છે. PNB તત્કાલ યોજના હેઠળ, બેંક તેના ગ્રાહકોને રોકડ ક્રેડિટ તેમજ ટર્મ લોનના રૂપમાં નાણાકીય મદદ પૂરી પાડશે. આ યોજના હેઠળ, PNB ગ્રાહકો ૧ લાખ રૂપિયાથી લઈને ૨૫ લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય મેળવી શકે છે. આ યોજના હેઠળ PNB તેના ગ્રાહકોને ઘણી સેવાઓ પણ આપશે. વધુ વિગતો માટે તમે તમારી શાખાનો સંપર્ક કરી શકો છો.

(2:32 pm IST)