Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

એલન મસ્કે વધુ ૯૩ કરોડ ડોલરના શેર વેચ્યા : કેપીટલ ગેન ચુકવવા પગલુ

ગત સપ્તાહે જ ૯.૩૪ લાખ શેર વેચ્યા હતા

ન્યુયોર્ક,તા. ૧૬ : ટેસ્લાની સીઇઓ એલન મસ્કે પોતાના ટેકસના દેણા ચુકવવા માટે પોતાની પાસેના વધુ ૯૩ કરોડ ડોલર (૬૯૨૩ કરોડ રૂપિયા) ની કિંમત શેર વેચી નાખ્યા છે. અમેરિકાના પ્રતિભૂતિ આયોગમાં ફાઇલ કરાયેલ રિપોર્ટ મુજબ મસ્કે ૯,૩૪,૦૯૧ શેર વેચ્યા છે. જેથી ટેસ્લાની બજારમાં પુંજી ૧ લાખ કરોડ ડોલર આસપાસની થઇ છે. ટેસ્લાના શેર ગઇ કાલે ૧૦૧૩.૩૯ ડોલરે બંધ થયેલ.

આ એક અઠવાડીયામાં બીજી વાર બન્યુ છે જ્યારે મસ્કે પોતાના શેર વેચ્યા હોય. ગત અઠવાડીયે તેમણે ૯,૩૪,૦૦૦ શેર વેચ્યા હતા. આ શેર વેંચવા પાછળનું કારણ મસ્કના માથે લગભગ ૧૫ અરબ ડોલરના ટેકસના ટેકસનુ઼ દેણુ છે. હાલમાં જ અમેરિકી સેનેટર બર્ની સેર્ન્ડ્સે માંગ કરેલ કે ખૂબ જ ધનવાન લોકો ટેકસનો પોતાનો ભાગ ભરપાઇ કરી આપે.

(3:14 pm IST)