Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

યુપીની ચૂંટણી પહેલા પીએમ મોદીએ પૂર્વાંચલ એક્‍સપ્રેસ-વેની ભેટ આપી

341 કિ.મી. લાંબો એક્‍સપ્રેસ-વે લખનઉના ચાંદ સરાયથી શરૂ થઇ ગાજીપુર સુધી પહોંચશેઃ 22,497 કરોડનો ખર્ચ

લખનઉં: યુપી ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ-વેની ભેટ આપી છે. 341 કિલોમીટર લાંબો પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પૂર્વ અને પશ્ચિમ યુપીને જોડશે. એક્સપ્રેસ-વે લખનઉંના ચાંદ સરાયથી શરૂ થશે અને ગાજીપુર સુધી પહોચશે. તેને બનાવવામાં 22 હજાર 497 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ એક્સપ્રેસ વે 9 જિલ્લા લખનઉં, બારાબંકી, અયોધ્યા, સુલતાનપુર, આંબેડકરનગર, આઝમગઢ, મઉં અને ગાજીપુર થઇને નીકળશે. વડાપ્રધાન મોદીએ જુલાઇ 2018માં આઝમગઢમાં તેની આધારશિલા રાખી હતી.

યુપીએ 14 કરોડ રસી લગાવી રાજકીય અપપ્રચારને હરાવ્યો: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે યુપીના લોકોની કોરોના વેક્સીનેશન માટે સારા કામ કરવા માટે પ્રશંસા કરવા માંગુ છુ. યુપીએ 14 કરોડ રસી લગાવી પોતાના રાજ્યને, દેશને જ નહી પણ દુનિયામાં અગ્રણી ભૂમિકામાં ઉભુ કર્યુ છે. વિશ્વના અનેક દેશોની આટલી તો વસ્તી પણ નથી. હું યુપીના લોકો માટે આ વાતની પણ પ્રશંસા કરૂ છુ કે તેમણે ભારતમાં બનેલી વેક્સીન વિરૂદ્ધ કોઇ પણ રાજકીય અપપ્રચારને ટકવા નથી દીધી.

પીએમ મોદીએ કહ્યુ કે ચારે તરફ વિકાસ માટે અમારી સરકાર મહેનત કરી રહી છે. કનેક્ટિવિટી સાથે જ યુપીમાં પાયાની સુવિધાઓમાં પણ પ્રાથમિકતા આપી રહી છે. જેનો લાભ નારી શક્તિને થયો છે. ગરીબ બહેનોને જ્યારે તેમનુ પાક્કુ ઘર મળી રહ્યુ છે તો તેમણે પરેશાનીઓથી મુક્તિ મળી રહી છે. મફત વિજળી અને ગેસ કનેક્શનથી પણ પરેશાની દૂર થઇ ગઇ છે. ટોયલેટના અભાવમાં ઘર અને સ્કૂલમાં પરેશાની દીકરી-બહેનોને થતી હતી. હવે ઘર પણ સુખ છે અને દીકરીઓને અભ્યાસનો રસ્તો મળી ગયો છે.

પીએમ મોદીએ કહ્યુ કે જે પોતાના સમયમાં નિષ્ફળ રહે તો યોગીજીની સફળતા નથી જોઇ શકતા. જે સફળતા જોઇ નથી શકતા તે તેને પચાવી શકતા નથી. પીએમ મોદીએ કહ્યુ કે તેમનુ વિચલિત થવુ સ્વભાવિક છે. પીએમ મોદીએ અંતમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેની સૌને શુભેચ્છા આપી હતી.

પહેલા પરિવારવાદીઓનો કબજો હતો: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ કે એક વ્યક્તિ ઘરે પણ બનાવે છે તો પહેલા રસ્તાની ચિંતા કરે છે, માટીની તપાસ કરે છે. બીજા પહેલુઓ પર વિચાર કરે છે પરંતુ યુપીમાં અમે આવી સરકારને સમય જોયો છે જેમણે કનેક્ટિવિટીની ચિંતા કર્યા વગર મોટા સપના બતાવે. પરિણામ આ આવ્યુ કે અહી કારખાનામાં તાળા લાગી ગયા. આ પણ દુર્ભાગ્ય રહ્યુ કે દિલ્હી અને લખનું બન્ને જગ્યા પર, પરિવારવાદીઓનો જ દબદબો રહ્યો. વર્ષો સુધી પરિવારવાદીઓની આ પાર્ટનરશિપ યુપીની આકાંક્ષાઓને કચડતી રહી છે.

(5:39 pm IST)