Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આખરે રાજસ્થાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવા કર્યો નિર્ણય

પેટ્રોલ 4 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા સસ્તું થશે :રાજ્ય સરકારને વાર્ષિક 3500 કરોડ રૂપિયાનું નુકસાન થશે

જયપુર : રાજસ્થાન સરકારે પણ આખરે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લઇ લીધો છે. આનાથી રાજસ્થાનમાં પેટ્રોલ 4 રૂપિયા અને ડીઝલ 5 રૂપિયા સસ્તું થશે. સીએમ અશોક ગેહલોતે પોતે આ અંગે માહિતી આપી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું હતું કે, 'આજે કેબિનેટની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજે રાત્રે ૧૨ વાગ્યાથી પેટ્રોલમાં લિટર દીઠ 4 રૂપિયા અને ડીઝલમાં લિટરદીઠ 5 રૂપિયાનોનો ઘટાડો થશે. આના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક 3500 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે ઓઇલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી હતી. તેણે પેટ્રોલમાંથી 5 રૂપિયા અને ડીઝલમા ૧૦ રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. ત્યારબાદ રાજ્ય સરકારો પર વેટ ઘટાડવાનું દબાણ કરવામાં આવ્યું હતુ અને કેન્દ્રના નિર્ણય બાદ ભાજપ શાસિત રાજ્યોએ વેટ ઘટાડ્યો હતો પરંતુ, બિન-ભાજપ શાસિત રાજ્યો આ નિર્ણયથી કતરાઈ રહ્યા હતા

(11:12 pm IST)