Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

સરકારે તમામ લોકોને રસી આપવાનો વાયદો કર્યો હતો. તો 20 લાખ ડોઝની બ્રાઝિલમાં નિકાસ કેમ કરવામાં આવી : કેટલાં લોકોને મળશે ફ્રી કોરોના વેક્સિન: સુરજેવાલા

નવી દિલ્હીદેશમાં કોરોના વાયરસની સામે વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે. તેની સાથે વેક્સિનેશનને લઈ રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસે ફ્રી વેક્સિનેશના સવાલ પર સરકારને ઘેરતા પુછ્યુ છેકે, દેશમાં કેટલાં લોકોને ફ્રીમાં રસી આપવામાં આવશે. એટલું જ નહી કોંગ્રેસે બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી રસીની કિંમત ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ અમે 2100માં દેશમાં પોલિયો મુક્ત બનાવ્યો છે. આજથી પહેલાં ક્યારેય પણ રસીકરણને પ્રચારનું માધ્યમ બનાવ્યુ નથી. રસીકરણ મુશ્કેલ સમયનો અવસર બની શકે નહી.

કોંગ્રેસ નેતાએ કહ્યુ છેકે, એક ડોઝની કિંમત બજારમાં એક હજાર રૂપિયા છે. એવામાં વ્યક્તિદીઠ બે ડોઝ માટે બે હજાર રૂપિયા ચૂકવવાનાં રહેશે. કંપની સરકારને ડોઝદીઠ 200 રૂપિયાનાં હિસાબથી વેચી રહી છે. તો લોકોને 166 રૂપિયા વધારાની ચુકવણી કરવાની રહેશે. એવામાં દેશનાં 100 કરોડ લોકોને એક લાખ 60 હજાર કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની રહેશે. શું મોદી સરકાર આ વાત પર વિચાર કરીને તેનો કોઈ ઉપાય લાવી શકે છે. જણાવી દઈએકે, કોરોનાથી બચવા માટે દરેક વ્યક્તિએ વેક્સિનનાં બે ડોઝ લેવા જરૂરી છે.

સુરજેવાલાએ કહ્યુકે, આજથી પહેલાં વેક્સિનને પ્રચાર અથવા સ્ટંટનું માધ્યમ ક્યારેય પણ બનાવવામાં આવ્યુ નથી. એ યાદ રાખવુ જોઈએકે, રસીકરણ એક જનસેવા છે. સરકારે રસીકરણ પર રાજનીતિ કે અવસરવાદિતા ન કરવી જોઈએ. તેમણે જણાવ્યુ હતુ કે, સરકાર એ વાતને સ્પષ્ટ કરે કે, દેશમાં કેટલા લોકોને કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે. શું 135 કરોડ લોકોને કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે. કોરોનાની ફ્રી વેક્સિન કેવી રીતે મળશે? ક્યાં મળશે? સરકારે તમામ લોકોને રસી આપવાનો વાયદો કર્યો હતો. તો 20 લાખ ડોઝની બ્રાઝિલમાં નિકાસ કેમ કરવામાં આવી.

(3:17 pm IST)