Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

રોબર્ટ વાડ્રાની ધરપકડ કરી પૂછપરછ કરવા દેવા મંજૂરી માગતી રીટ પીટીશન ઉપર કાલે હાઇકોર્ટમાં સુનાવણી: ગાંધી પરિવારના જમાઈ ભારે મુશ્કેલીમાં

નવી દિલ્હી : બેનામી મિલકતોના કેસમાં ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધે તેવા એંધાણ  મળે છે.. ઈડી એ વાડ્રાની ધરપકડ કરી પૂછતાછ  કરવા દેવા માટે મંજૂરી માગતી પિટિશન હાઈકોર્ટમાં કરી છે. જેની સુનાવણી આવતીકાલે સોમવારે નીકળશે. જોધપુર સાથે આ બનાવ સંકળાયેલો છે.

 ઈડી એ હાઈકોર્ટમાં અરજી કરી છે અને રોબર્ટ વાડ્રા અને મહેશ નાગરને હિરાસતમાં લઈ પૂછપરછ કરવા દેવા મંજૂરી માગી છે. એડિશનલ સોલિસિટર જનરલ રાજદિપક રસ્તોગી અને  ભાનુ પ્રતાપ  બોહરા  વોઇસ કોન્ફરન્સ દ્વારા  ઈડી હતી રજૂઆતો કરશે, જ્યારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે ટી એસ તુલસી  રોબર્ટ વાડ્રા તરફથી  હાજર રહેશે તેમ જાણવા મળે છે.

 
(9:28 pm IST)