Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

પ્રજાસતાક દિવસે ખેડૂતો ટ્રેક્ટર રેલી નિકાળશે : પરેડને કોઈ ખલેલ નહિ પહોંચાડે : યોગેન્દ્ર યાદવ

રાકેશ ટિકૈતે કહ્યું કે, કૃષિ કાયદાઓના વિરૂદ્ધ મે 2024 સુધી તેઓ પ્રદર્શન માટે તૈયાર

નવી દિલ્હી : ખેડૂત આંદોલનના મુદ્દા પર વાત કરતા સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર રેલી નિકાળશે, જોકે, ગણતંત્ર દિવસ પરેડ પર આની અસર થશે નહીં.પ્રેસ કોન્ફ્રન્સમાં તેમને કહ્યું કે, “ખેડૂતોની ટ્રેક્ટર રેલી આઉટર રિંગ રોડ પર તિરંગા સાથે નિકળશે, ગણતંત્ર દિવસની સત્તાવાર પરેડને કોઈ ખલેલ પહોંચાડવામાં આવશે નહીં.

ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, કૃષિ કાયદાઓના વિરૂદ્ધ મે 2024 સુધી તેઓ પ્રદર્શન માટે તૈયાર છે.

રવિવારે તોમારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાઓનો અમલ અટકાવ્યો છે, તેથી હું સમજી રહ્યો છું કે જીદનો પ્રશ્ન સમાપ્ત થઇ જાય છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે ખેડુતો 19મી જાન્યુઆરીએ દરેક કલમ પર ચર્ચા કરશે અને કાયદાને રદ કરતા સિવાય તેઓ શું વિકલ્પ ઇચ્છે છે, તેમણે સરકાર સમક્ષ રજૂ કરવું જોઈએ. “

(10:11 pm IST)