Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પંજાબના મુખ્યમંત્રી ચન્નીના નાનાભાઈને ટિકિટ નહિ મળતા અપક્ષ ઉમેદવાર તરીકે લડશે ચૂંટણી

કોંગ્રેસે ટિકિટ આપવા ઇન્કાર કરતા મુખ્યમંત્રીના નાના ભાઈ ડૉ મનોહર સિંહની સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા જાહેરાત

નવી દિલ્હી :કોંગ્રેસે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નાના ભાઈ ડૉ.મનોહર સિંહને ટિકિટ આપવાનો ઈનકાર કર્યો છે. આ પછી મુખ્યમંત્રીના નાના ભાઈ, ડૉ.મનોહર સિંહે  જાહેરાત કરી કે તેઓ બસ્સી પઠાણા મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં કોંગ્રેસે ફતેહગઢ સાહિબ જિલ્લાના બસ્સી પઠાણાના વર્તમાન ધારાસભ્ય ગુરપ્રીત સિંહ જીપીને ઉમેદવાર જાહેર કર્યા. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ એક પરિવારના એક જ સભ્યને ચૂંટણી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે.

સીએમ ચન્નીના નાના ભાઈ મનોહરે કેટલીક પંજાબી વેબ ચેનલોને જણાવ્યું કે ચન્નીએ તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. પરંતુ મનોહરે કહ્યું ‘હું આજે સવારે મારા ભાઈને મળ્યો હતો. મેં તેમને કહ્યું કે મારે જનતા સાથે જવું છે અને તેઓ ઈચ્છે છે કે હું અપક્ષ ચૂંટણી લડું. પરિવારનું કોઈ દબાણ નથી. મારો નિર્ણય માત્ર લોકોની ઈચ્છા અને લોકોની સેવા કરવાનો છે. જણાવી દઈએ કે ડો. મનોહર સિંહ મોહાલીની ખરર સિવિલ હોસ્પિટલમાં વરિષ્ઠ મેડિકલ ઓફિસર (SMO) તરીકે તૈનાત હતા, પરંતુ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

(12:00 am IST)