Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કેન્દ્ર દ્વારા આજે કોરોના રસીકરણ ડ્રાઈવના એકવર્ષ પૂર્ણ થવા નિમિતે કોરોના રસીકરણ પર એક પોસ્ટલ સ્ટેમ્પ જારી કરાઈ

વિડિયો લિંક દ્વારા સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ વિમોચન કાર્યક્રમને સંબોધતા મંત્રી માંડવિયાએ કહ્યું હતું કે 'આ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ કોરોના રસીકરણ ડ્રાઇવના એક વર્ષને ચિહ્નિત કરવા માટે સ્વદેશી રીતે વિકસિત રસી કોવેક્સિન પર પોસ્ટેજ સ્ટેમ્પ લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું કે ભારતના 70% પુખ્તોનું કોવિડ-19 સામે સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે 93% ને પ્રથમ ડોઝ મળ્યો છે. આ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્યસંભાળ કાર્યકરોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

વિડિયો લિંક દ્વારા સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ વિમોચન કાર્યક્રમને સંબોધતા મંત્રી માંડવિયાએ કહ્યું હતું કે 'આ  ભારતીયો માટે ગર્વની ક્ષણ છે અને દેશની કોવિડ રસીકરણ ડ્રાઇવથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત છે. ભારતમાં આટલી વિશાળ વસ્તી અને વિવિધતા હોવા છતાં 156 કરોડથી વધુ રસીનાં ડોઝનું સંચાલન કરવાનો સીમાચિહ્ન હાંસલ કરવામાં સફળ રહ્યું છે.'
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે "કોવિડ રસીકરણ અભિયાનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે, ICMR અને ભારત બાયોટેક દ્વારા સંયુક્ત રીતે સ્વદેશી વિકસિત રસી પર એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે, જેનાં થકી  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી જીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરાયું છે." તેમણે આ પ્રસંગે તમામ વૈજ્ઞાનિકોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે “આપણાં વડાપ્રધાને વૈજ્ઞાનિકોને સંશોધન કરવા અને સ્વદેશી કોવિડ રસી વિકસાવવા પ્રોત્સાહિત કર્યા અને રસી બનાવતી કંપનીઓ સાથે ચર્ચા કરી અને તેમને સપોર્ટ આપ્યો. રસી બનાવવા માટે માનવશક્તિ કે માનસિક શક્તિની કોઈ કમી નહોતી, પણ દેશમાં સંભવિતતાને ઓળખવાની ક્ષમતાની જરૂર હતી.

(12:00 am IST)