Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જુના શ્રીનગર શહેરના સરાફ કદલ વિસ્તારમાં આતંકવાદીઓનો સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની વિરૂદ્ધ ઘણા સ્તરો પર અભિયાન: આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને નષ્ટ કરવા માટે ઘણી એજન્સીઓ ઓપરેશનમાં જોડાઈ

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ પોતાની નાપાક હરકતોથી સુધરી રહ્યા નથી. તેની વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે જુના શ્રીનગર શહેરના સરાફ કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો છે

 . મળતી જાણકારી મુજબ જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓની વિરૂદ્ધ ઘણા સ્તરો પર અભિયાન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ગ્રાઉન્ડ નેટવર્કને નષ્ટ કરવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. NIA સિવાય ઈડી, સીબીઆઈ, સ્થાનિક પોલીસ, અન્ય એજન્સીઓ ગ્રાઉન્ડ નેટવર્કને ખત્મ કરવા અને નાણાકીય સ્ત્રોતો, હવાલા ફંડિંગની વિરૂદ્ધ ઓપરેશનમાં જોડાયા છે.

શનિવારે જમ્મૂ કાશ્મીરના બાંદીપોરા અને સોપોર વિસ્તારમાંથી લશ્કર-એ-તૈયબા આતંકવાદીઓના 6 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી. સાથે જ તેમની પાસે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા. જણાવી દઈએ કે જમ્મૂ કાશ્મીરમાં આ વર્ષે 8 અલગ અલગ અભિયાનોમાં 14 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા. આ 14 આતંકવાદીઓમાંથી 7 પાકિસ્તાનના હતા. થોડા દિવસ પહેલા તેમની જાણકારી જમ્મૂ કાશ્મીરની ડીજીપી દિલબાગ સિંહે આપી હતી.

(12:00 am IST)