Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિ 24 કલાકની અંદર કોરોના સ્પ્રેડર એટલે કોરોનાને ફેલાવવા લાગે

સંક્રમિત વ્યક્તિ તેના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને ચેપ લગાડવા લાગે છે : અતિ ચેપી હોવાનું કારણ તેની ઇન્ક્યુબેશન પિરિયડ

નવી દિલ્હી : ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ 24 કલાકની અંદર કોરોના સ્પ્રેડર એટલે કે કોરોનાને ફેલાવવા લાગી જાય છે. આ સંક્રમિત વ્યક્તિ તેના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને ચેપ લગાડવા લાગે છે. ડેલ્ટા સહિતના બીજા વેરિયન્ટમાં કોરોના સ્પ્રેડર બનવામાં 2થી4 દિવસનો સમય લાગતો હતો તેવું અમેરિકાના એક મોટા સ્ટડીમાં બહાર આવ્યું છે. કોરોના સંક્રમિત વ્યક્તિ લક્ષણો આવ્યાના થોડા દિવસ પહેલા અને સમાપ્ત થયાના થોડા દિવસ બાદ સંક્રમણ ફેલાવતો હતો તો ઓમિક્રોન વેરિયન્ટના કિસ્સામાં વ્યક્તિ 1 દિવસની અંદર જ કોરોના સંક્રમણ ફેલાવવા લાગી જાય છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં લક્ષણ 3 દિવસની અંદર જોવા મળે છે જ્યારે આ વેરિયન્ટથી સંક્રમિત થયાના 1 દિવસની અંદર વ્યક્તિ બીજા લોકોને સંક્રમિત કરવા લાગે છે.

ઓમિક્રોન વેરિયન્ટ અતિ ચેપી હોવાનું મુખ્ય કારણ તેનો ઈન્ક્યુબેશન પીરિયડ (ઉત્તપ્તિ સમયગાળો) છે. કોઈ વ્યક્તિના કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાના અને લક્ષણ પેદા થવાની વચ્ચેના સમયને ઈન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે. ડેલ્ટામાં આ સમયગાળો 4 દિવસ અને આલ્ફામાં 5 દિવસનો હતો પરંતુ ઓમિક્રોન વેરિયન્ટનો ઈન્ક્યુબેશન પીરિયડ ફક્ત 3 દિવસ છે તેથી તે ઝડપથી લોકોને સંક્રમિત કરી શકે છે. 

કોરોનાના લક્ષણો જોવા મળે કે તરત ટેસ્ટ કરાવવો હિતાવહ છે. તેને માટે આરટી-પીસીઆર ટેસ્ટ વધારે યોગ્ય છે. લેબમાં થનાર ટેસ્ટ વાયરસની ઓળખ કરવામાં વધારે સક્ષમ હોય છે. 

દુનિયામાં કોરોનાનું રહસ્ય ગહેરાઈ રહ્યું છે. હવે બે મહામારી સાથે સાથે ચાલી રહી હોવાની વાત થવા લાગી છે. ભારતના મશહૂર વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે. ICMRના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા વાયરોલોજિસ્ટ ટી.જૈકબ જોને કહ્યું કે ઓમિક્રોન કોરોના મહામારીથી અલગ છે અને તેથી એવું માની લેવું જોઈએ કે હાલમાં બે મહામારી સાથે સાથે ચાલી રહી છે. જોને કહ્યું કે ઓમિક્રોન વુહાન-ડી 614 જી, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, કપ્પા અથવા મ્યૂથી પેદા થયેલો નથી તે નક્કી છે.  તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોનનું મૂળ જાણી શકાયું નથી, પરંતુ વુહાન-ડી614જીથી થોડો ફર્ક છે. 

(12:00 am IST)