Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

નોવાક જોકોવિચને ઓસ્ટ્રેલિયાથી દેશનિકાલ કરવામાં આવ્યો : ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જાળવી રાખવાની આશા ધૂળમાં મળી ગઈ

મુંબઈ :નોવાક જોકોવિચની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જાળવી રાખવાની આશા આજે રવિવારે સમાપ્ત થઈ ગઈ. કારણ કે જોકોવિચ તેના વિઝા રદ કરવા અને તેને દેશનિકાલ કરવા સામેની અપીલ હારી ગયો હતો.

ફેડરલ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની પેનલે સર્વસંમતિથી ઇમિગ્રેશન મિનિસ્ટર એલેક્સ હોકના વર્લ્ડ નંબર ૧ ટેનિસ ખેલાડીના વિઝાને બીજી વખત રદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.  ઓસ્ટ્રેલિયન સરકારે શનિવારે "સ્વાસ્થ્ય અને સારી વ્યવસ્થા"ના આધારે રસી મુકાવ્યા વગરના આ સ્ટાર ટેનિસ ખેલાડીની મેલબોર્ન એરપોર્ટ ઉપર અટકાયત કરી હતી.
નવ વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બનેલા જોકોવિચે   તબીબી મુક્તિ માટે સબમિટ કરેલા પુરાવા અપૂરતા  માનવામાં આવ્યા પછી રદ કરવામાં આવ્યા હતા.

તસવીરમાં સર્બિયન ટેનિસ સ્ટાર જોકોવિચ મેલબોર્ન એરપોર્ટ ઉપર પ્લેનમાં ચડતા પહેલાં નજરે પડે છે.

(12:00 am IST)