Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કાલે પીએમ મોદી વર્લ્ડ ઇકોનૉમિક ફોરમને કરશે સંબોધન

યુરોપિયન આયોગના અધ્યક્ષ ,ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ , ઇઝરાયલના પ્રધાનમંત્રી.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થશે

નવી દિલ્હી : કાલે પીએમ મોદી વર્લ્ડ ઇકોનૉમિક ફોરમને સંબોધન કરશે આ વર્ચ્યુઅલ ઇવેન્ટ 17થી 21 જાન્યુઆરી 2022 સુધી આયોજીત કરવામાં આવશે. આને જાપાનના પીએમ કિશિદા ફુમિયો સહિત કેટલકા રાષ્ટ્ર અધ્યક્ષો તરફથી સંબોધિત કરવામાં આવશે, જેમાં યૂરોપીય આયોગના અધ્યક્ષ ઉર્સુઆ વૉન કેર લેયેન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસન, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, ઇઝરાયલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ છે.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના ઉચ્ચ નેતા, આંતરરાષ્ટ્રીય સંગઢન અને નાગરિક સમાજ પણ ભાગ લેશે, જે આજે દુનિયાની સામે આવનારી મહત્વપૂર્ણ પડકારો પર વિચાર-વિમર્શ કરશે અને તેને ઉકેલવાના રસ્તા પર ચર્ચા કરશે. ગત વર્ષ જાન્યુઆરી મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કન્ફરન્સના માધ્યમથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડાને સંબોધિત કરી કોરોના કાળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોરોના લડાઈમાં ભારતના પ્રત્યેક વ્યક્તિએ ધેર્યની સાથે પોતાના કર્તવ્યોનું પાલન કર્યું. સાથે જ કહ્યું હતું કે, આજે ભારત તે દેશોમાં છે જે કોરોનાથી સૌથી વધુ લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા અને જ્યાં કોવિડ કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. ભારતે દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવને શરૂ કરી છે.

પીએમએ કહ્યું હતું કે, 'સર્વે સન્તુ નિરામયાઃ' સમગ્ર સંસાર સ્વસ્થ રહે. ભારતની આ હજારો વર્ષ જૂની પ્રાર્થના પર ચાલતા સંકટના સમયમાં ભારતે પોતાની વૈશ્વિક જવાબદારીને પણ શરૂઆતથી નિભાવી છે. જ્યારે દુનિયાના દેશોમાં એરસ્પેસ બંધ હતું ત્યારે 1 લાખથી વધુ નાગરિકોને તેમના દેશ પહોંચાડવાની સાથે જ ભારતે 150થી વધુ દેશોને જરૂરી દવાઓ પણ મોકલી.

(12:00 am IST)